પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે MSC સેમિસ્ટર- 2નું પરિણામ નબળું આવતા વિદ્યાર્થીઓએ કુલપતિ અને રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆતના બાદ યુનિવર્સિટી દ્વારા કોઈ ફી લીધા વગર જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓની આન્સર કીનું રિએસેસમેન્ટ કરી આપવાનો નિર્ણય કર્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા MSC સેમ 2 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ઉત્તરવહિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને નાપાસ કરાયા છે.એવા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કુલપતિને અવેદનપત્ર આપ્યુ હતુ. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કરી કુલપતિ ,રજીસ્ટાર અને પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપ્યું હતું અને રજુઆત કરી હતી કે MSC સેમ 2 નું રીઝલ્ટ 62 ટકા જાહેર થયું છે જેમાં 50 ટકા વિદ્યાર્થીઓના પરિણામમાં ગેરરીતિ અને ક્ષતિઓ જોવા મળી છે.અને પરિણામ ખૂબ ઓછું આવ્યું છે.તેની યોગ્ય તાપસ કરવા રજુઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં વિદ્યાર્થીઓ મહદઅંશે નપાસ થયા છે.જેમાં પાટણ, કડી ,મહેસાણા, પાલનપુરના સૌથી વધુ વિદ્યાર્થીઓ છે જેમાં 95 ટકાથી ઓછું રિઝલ્ટ આવ્યું છે.ખાલી 5 ટકા જ પાસ થયા છે.કડીની બીએસ સી કોલેજ માં 2200 વિદ્યાર્થીઓ બેઠા હતા એ તમામને નાપાસ કરાયા છે.જે વિદ્યાર્થીઓ 90 ટકા આવતા હતા તે પણ ફેલ થયા છે.અમારી માંગ છે કે પેપર કમ્પલીટ ચેક થવા જોઈએ. જેને એસ્ટ્સમેન્ટનું કામ કર્યું છે તેને સસ્પેન્ડ કરવા જાઈએ.
કુલપતિ રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે MSC સેમ 2નું પરિણામ આવ્યું છે તે 62 થી 63 ટકા જાહેર કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ ની માંગણી છે કે કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.અને એમાં મુલ્યાંકન યોગ્ય રીતે કરાયું નથી એવી વિદ્યાર્થીઓની માંગણી છે. આથી જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમને ફ્રીમાં અવલોકન કરી અપાશે. 15 થી 20 દિવસમાં. પરીક્ષા નિયામક પણ આની ગંભીરતા લઈ યોગ્ય કાર્યવાહી કરશે. જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કે કોઈ બાબત યોગ્ય નિર્ણય પણ મળી રહે એ બાબતે રજીસ્ટારને પણ સૂચના આપી છે. આ અંગે પરીક્ષા નિયામકનો પણ ખુલાસો પૂછવાનો રહેશે. અને વિદ્યાર્થીઓ દૂરથી આવતા હોય તેમને તકલીફ ન પડે એવી રીતે પરીક્ષા પદ્ધતિની એસ ઓ પી મજબૂત રીતે તૈયાર કરવા સૂચના આપી છે. અને નવી શૈક્ષણિક નીતિમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવશે એવી બાયધરી આપી હતી