Site icon Revoi.in

હવેથી કોઈ પણ ઉત્પાદક કંપની તબીબી સાધનો લાયસન્સ વગર માર્કેટમાં વેચી શકશે નહી –

Social Share

દિલ્હીઃ- તબીબી ક્ષેત્રમાં સરફાર સતરક બની છે, દવાઓ અસલી છે કે નકલી તેના માટે ક્યૂઆર કોડ જેવી સિસ્ટમ લાવ્યા બાદ સરકાર હવે તબીબી ક્ષેત્રમાં વપરાતા સાધનનો લઈને પણ સખ્ત બની છે,જે પ્રમાણે હવે તેવી જ કંપનીઓ તબીબી ઉપકરણો કે સાધનો માર્કેટમાં વેચી શકશે કે જેમના પાસે આમ કરવા માટે લાયસન્સ છે.

તબીબી સાધનોની ગુણવત્તા અને સલામતીના સંદર્ભમાં, સરકારે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટનો સંપૂર્ણ અમલ કર્યો છે. લાયસન્સ વિના ઉત્પાદક કંપની બજારમાં સાધનો વેચી શકશે નહીં. 1 ઓક્ટોબરથી અમલમાં આવેલા આ નિયમ હેઠળ, તમામ ઉત્પાદકો અને ઉપકરણોના આયાતકારોએ ઉત્પાદનનું જેનરિક નામ, બ્રાન્ડ નામ, ઉપયોગ, બાંધકામ સામગ્રી અને સમાપ્તિ અવધિ વગેરે દર્શાવવું પડશે.

ભારતમાં તબીબી ઉપકરણોને A, B, C અને D એમ 4 કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે સી અને ડી કેટેગરીના સાધનોને પહેલાથી જ લાઇસન્સ હેઠળ આપવામાં આવ્યા છે. હવે સરકારે 1 ઓક્ટોબર, 2022થી A અને B શ્રેણીના ઉપકરણોને પણ આ કાયદા હેઠળ આવરી લીધા છે.

જાણો કઈ કેટગરીમાં કયા તબીબી સાધનોનો સમાવેશ થાય છે.

કેટેગરી Aમાં કેથેટર, નિકાલજોગ પરફ્યુઝન સેટ અને સર્જિકલ ડ્રેસિંગ જેવા સાધનોનો સમાવેશ થાય છે. આ સહીત વર્ષ 2020માં મેડિકલ ઉપકરણોને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ લાવવામાં આવ્યા હતા. ત્યારથી, તમામ ઉપકરણોને લાઇસન્સની શ્રેણી હેઠળ લાવવામાં આવ્યા છે. A

 અને B શ્રેણીઓ માટે, ઉત્પાદક કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો કારણ કે આ નિયમ 1 ઓક્ટોબરથી સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યો છે. જે લોકોએ 30 સપ્ટેમ્બર સુધી અરજી કરી છે તે સિવાય અન્ય કોઈ કંપની લાયસન્સ વિના સાધનો વેચવાની પરવાનગી ધરાવતા નથી.