Site icon Revoi.in

હવેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયો હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાશે

Social Share

 

દિલ્હીઃ- સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં જે ચૂકાદાઓ આવ્યા હોય તેની નકલ અંગ્રેજી કે હિન્દીમાં હોય છએ જો કે હવે આ સિસ્ટમ પણ બદલાશે એટલે કે  સુપ્રીમ કોર્ટના નિર્ણયોની નકલ ટૂંક સમયમાં હિન્દી સહિત દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેનો હેતું દરેક લોકો અનેક ભાષામાં માહિતી મેળવી શકવાનો છે.

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શનિવારે મુંબઈના દાદરના યોગી ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આયોજિત એક કાર્યક્રમ  આ જાહેરાત કરી હતી.  તેમણે એમ પણ કહ્યું કે દેશના છેવાડાના વ્યક્તિને સસ્તો અને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે.

વધુમાં જણાવ્જ્યાંયું હતું કે  સુધી આપણા દેશના નાગરિકને તે સમજતી ભાષામાં કોર્ટના નિર્ણયની માહિતી નહીં મળે ત્યાં સુધી ન્યાય વ્યવસ્થા સાર્થક નહીં થાય. તેમણે કહ્યું કે ટેક્નોલોજીની મદદથી કોર્ટમાં વ્યાપક પરિવર્તન લાવી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સુપ્રીમ કોર્ટના નિર્ણયોને દરેક ભાષામાં ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલી રહ્યું છે. કાયદો વ્યક્તિ માટે બનાવવામાં આવ્યો છે.જેથી નિર્ણયો પણ દરપેકને સમજાય તે જરુરી છે.

એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે ચીફ જસ્ટિસના કાનૂની વ્યવસાયની સફરનો પરિચય આપ્યો. આ કાર્યક્રમમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, સીટીંગ અને હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ, બાર કાઉન્સીલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવાના ચેરમેન મિલિંગ થોબડે, બીસીએમજી સેક્રેટરી પ્રવીણ રાનપીસે અને મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.