હવેથી અમરનાથ યાત્રા માટે ચોક્કસ સમયની નહી જોવી પડે રાહ – વર્ષ આખુ યાત્રા શક્ય બનશે
- હવે આખુ વર્ષ દરમિયાન કરી શકાશે અમરનાથ યાત્રા
- સરકાર કરી રહી છે આ બાબતે વિચાર
અમરનાથ યાત્રાને લઈને હવે કાયમ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પવિત્ર યાત્રા ઘામમાં હાલ કેટલાક ચોક્કસ મહિનાઓ માટે જ આ યાત્રા કરાતી હોય છે.હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા હવે આખુ વર્ષ ચાલુ રાખવામાં આવે તેવા પ્રોજેકટ પર કેન્દ્ર સરકારે કામગીરી શરૂ કરી છે
હવેથી માત્ર શ્રાવણ મહિના જ નહિં પરંતુ દરેક માસમાં અને આખુ વર્ષ યાત્રા શકય બને તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તે માટે કેન્દ્રીય માર્ગ નિર્માણ મંત્રાલય દ્વારા નવી રોડ કનેકટીવીટી પર કામ હાથ ધરવામાં આવ્યું છે.
સુત્રો પાસેથઈ મળેલી જાણકારી અનુસાર સુચિત પ્રોજેકટ હેઠળ 22 કિલોમીટરનો નવો માર્ગ બનાવવામાં આવશે. જેમાં વરસાદ, હિમ વર્ષા તથા અન્ય સંભવિત આપદાઓ સામે રક્ષણ આપી શકતી 10 કિલોમીટરની ટનલ બનાવવાનો વિચાર કરાઈ રહ્યો છે.
આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રની સરકારે નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશનને કામ સોંપ્યુ છે. ડીઝાઈન અને રોડની રૂપરેખા તૈયાર કરીને સરકારને પ્રોજેકટ રિપોર્ટ આપવામાં આવશે.