Site icon Revoi.in

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષઃ- જાપાન અને સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી, પાકિસ્તાન સૌથી નીચે પછડાયું, ભારતને મળ્યું 87મું સ્થાન

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી અને અને કયા દેશના પાસપોર્ટનું મહત્વ સથી આછુ છે આ દરેક બાબદ નક્કી કરે છે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્પસપોર્ટ ઈન્ડેક્ષ દ્રારા 2022 નવું રેન્કિંગ જારી કરવામાં આવ્યું છે.

જારી કરાયેલા આ રેન્કિંગમાં જાપાન, સિંગાપોર અને દક્ષિણ કોરિયાના પાસપોર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. કોરોના મહામારી બાદથી આ ત્રણ દેશોના પાસપોર્ટ સતત મજબૂત થતા જોવા મળ્યા  છે. તો વળી આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાનનું રેન્કિંગ ઘણું નીચું જોવા મળ્યું છે અને અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો સાબિત થયો છે. જ્યારે ભારતનો પાસપોર્ટ એ 87માં નંબર પર  સ્થાન મેળવ્યું છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં, જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સાથે પ્રથમ સ્થાન પર કાયમ રહ્યો  છે અને જાપાની લોકો 193 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. 

આ યાદીમાં બીજા ક્રમે સિંગાપોર અને સાઉથ કોરિયા છે અને આ બે દેશોના નાગરિકો 192 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.

આ યાદીમાં  ત્રીજા નંબરે જર્મની અને સ્પેન છે અને આ બે દેશોના પાસપોર્ટ ધરાવનાર નાગરિકો 190 દેશોમાં પ્રવાસ કરી શકે છે.

યાદીમાં ભારત 87માં નંબરે છે અને ભારતીય પાસપોર્ટ ધરાવનાર નાગરિકો 60 દેશોમાં વિઝા ઓન અરાઈવલનો લાભ લઈ શકે છે. ભારતની સાથે મેરિટોનિયા અને તાજિકિસ્તાનના પાસપોર્ટ પણ 87માં નંબરે છે.

જ્યારે હેનલી ના ઈન્ડેક્ષમાં પાકિસ્તાનનો પાસપોર્ટચ સૌથી નીચા સ્થાન પર રહ્યો છે.પાકિસ્તાન અને ચીનના પાસપોર્ટના રેન્કિંગમાં  હાલ પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી. 119 દેશોના પાસપોર્ટ માટે જારી કરવામાં આવેલી રેન્કિંગમાં ચીન 69માં નંબર પર છે. ચાઈનીઝ પાસપોર્ટ ધરાવનાર નાગરિકો 80 દેશોમાં  ફરી શકે છે. પાકિસ્તાન 109મા ક્રમે છે અને પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા નાગરિકો માત્ર 32 દેશોમાં જ વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે.