- કોરોનાના કેસમાં મોટા ઘટાડો
- 24 કલાકમાં નોંધાયા
- છેલ્લા 24 કલાક માં નવા 1569 કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે ,જો કે છત્તા પણ દેશભરમાં છૂટાછવાયા કેસો તો નોંધાય જ રહ્યા છે, દેશમાં દૈનિક કેસોની સંખ્યા 2 હજારને પાર આવી રહી છે જો કે ઘણા દિવસો બાદ છેલ્લા ૨૪ કલાક માં ૧૬૦૦ થી ઓછા કેસ સામે આવ્યા છે જેના પરથી કહી શકાય કે કોરોનાનાં કેસો માં મોટી રાહત મળી છે
દેશના રાજ્યો દિલ્હી, ઉત્તરપ્રદેશ નોઈડામાં વધતા સંક્રમણને લઈને દૈનિક કેસોમાં ઉછાળો આવ્યો હતો જોકે હવે કેસો સામાન્ય થતાં જોવા મળી રહ્યા છેજો દેશમાં છેલ્લા 24 કાલની વાત કરવામાં આવે છો છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ૧ હજાર 569 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા બે દિવસની સરખામણી માં ખુબ ઓછા છે
આજના નોંધાયેલા આ કેસો સાથે કોરોના કેસોમાં કુલ 28.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 19 લોકોના મોત થયા છે.કોરોના વાયરસ આવ્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને ભારતમાં આ વાયરસના કારણે કુલ 524,260 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ જીવલેણ વાયરસથી બચાવવા માટે, કોરોના રસી ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે. સરકારી આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 10,78,005 રસી આપવામાં આવી છે.