- બાળકનું ભણતર શરૂ કરવાનું છે?
- શાળામાં મોકલવા માટે તૈયાર છો?
- તો પહેલા આ વાતોનું રાખો ધ્યાન
દરેક માતા પિતાની જવાબદારી છે કે તે પોતાના બાળકને સારું શિક્ષણ આપે અને તેને સારી શાળામાં ભણવા માટે મોકલે,દરેક માતા-પિતાની ઈચ્છા પણ હોય છે કે તેમના બાળકને જ્યારે ભણવા જવું પડે ત્યારે તેને કોઈ પ્રકારની તકલીફ ન થાય,પણ આ બાબતનું ધ્યાન માતા પિતા રાખવામાં આવવું જોઈએ અને ચેક કરવું જોઈએ કે બાળકને શાળામાં મુક્તા પહેલા પોતાની અને બાળકની કેટલીક તૈયારી છે.
માતા પિતા દ્વારા સૌથી પહેલા તો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે,બાળકની શાળા કયા સ્થાન પર સ્થિત છે તે પણ ઘણું મહત્વનું છે.શાળાની આસપાસનો વિસ્તાર અને અહીં રહેતા લોકો પણ બાળકોની માનસિકતા પર અસર કરે છે. શાળામાં શિક્ષકો અને ઘરે માતા-પિતાએ બાળકને સારી બાબતો શીખવવી જોઈએ,પરંતુ જો શાળાની આસપાસનું વાતાવરણ સારું ન હોય તો બાળક ઘણી બધી ખરાબ આદતોમાં પડી શકે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો શાળામાં, બાળક તેના જીવનના લક્ષ્યો નક્કી કરે છે અને અહીં તે જ્ઞાન પ્રાપ્ત કરવા ઉપરાંત, વર્તન કરવાનું પણ શીખે છે. બાળકના પ્રથમ શિક્ષક ભલે તેના માતા-પિતા જ ન હોય,પરંતુ બાળકનું સાચું શિક્ષણ તો શાળામાં જ મળે છે. એટલા માટે કહેવાય છે કે જો શાળા અને શિક્ષક સારા ન હોય તો ક્યાંક ને ક્યાંક બાળકના જીવન પર તેની ખરાબ અસર પડે છે.
છેલ્લે આવે છે કે બાળકોને શાળાએ મોકલવાનો મુખ્ય હેતુ તેમને જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે.એટલા માટે તમારા માટે એ જાણવું અગત્યનું છે કે,શાળા શિક્ષણની વ્યવસ્થા કેવી છે.બાળકોને શિક્ષણ આપવાનું ફોર્મેટ શું છે, હોમવર્ક કેવી રીતે આપવામાં આવે છે,શું વધારાના વર્ગો છે? ઉપરાંત,તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શાળામાં બાળકોને ભણાવવાની સાથે સાથે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે,આ ઉપરાંત પણ બાળકોના ભણતરને લઈને ઘણી બાબતો છે જેના વિશે માતા-પિતાએ ધ્યાન આપવું જોઈએ.