Site icon Revoi.in

પ્રાચની સમયથી વાળને મજબૂત બનાવવા માટે વપરાય છે આ કેટલીક આર્યુવૈદિક જડીબુટ્ટીઓ, જાણો તેના વિશે

Social Share

 

આયુર્વેદમાં એવી તમામ જડીબુટ્ટીઓ વિશે જણાવવામાં આવ્યું છે જે કોઈ વરદાનથી કમ નથી.આમાંથી એક છે ભૃંગરાજ.વાળ અને સ્કેલ્પને સેહતમંદ રાખવા માટે તેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે.તેને વાળ માટે વરદાન માનવામાં આવે છે અને આયુર્વેદમાં તેને કેશરાજ કહેવામાં આવે છે.

ભૃંગરાજ

આ તેલમાં સત્વમાં કેરિયર ઓયલ જેવા નારિયેલ અથવા તલના તેલને કોમ્બિનેશન સાથે ભૃંગરાજ તેલ તૈયાર કરવામાં આવે છે.ભૃંગરાજના અર્કમાં રહેલું આ તેલ વાળ માટે ઉત્તમ ઔષધિનું કામ કરે છે અને વાળની તમામ સમસ્યાઓ દૂર કરે છે.અહીં જાણો તેના ફાયદા.જેમના વાળ ઉગતા નથી તેમના માટે ભૃંગરાજ તેલ ટોનિકનું કામ કરે છે.આ જડીબુટ્ટી સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. તેના મસાજથી વાળની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થવા લાગે છે.જો ડેન્ડ્રફની સમસ્યા હોય તો પણ વાળ ખૂબ જ ઝડપથી ખરવા લાગે છે.આ સાથે કમજોર પણ થઇ જાય છે. ભૃંગરાજ તેલ પણ આ સમસ્યાથી બચવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.ડેન્ડ્રફ દૂર કરવાની સાથે તે વાળની ડ્રાઈનેસ પણ દૂર કરે છે.તેને લગાવ્યા બાદ ગરમ ટુવાલને વાળમાં થોડો સમય વીંટાળીને રાખવો જોઈએ.

જટામાસી

જટામાસી ઔષધિય ગુણોથી ભરપૂર જડી-બુટ્ટી છે. તેની જડમાં જટા વાળ જેવા તંતુ લાગેલા હોય છે જેથી તેને જટામાસી કહેવાય છે. આ મગજ માટે એક રામબાણ ઔષધી છે. આ ધીરે-ધીરે પરંતુ પ્રભાવશાળી રીતે કાર્ય કરે છે. આ સિવાય જટામાસીના નિયમિત સેવનથી મગજથી નબળાં લોકો, જેમની યાદશક્તિ નબળી હોય એવા લોકો માટે વરદાન સમાન છે અને અચૂક દવા છે. પ્રયોગ માટે રોજ એક કપ દૂધમાં એક ચમચી જટામાસી પાઉડરને મિક્ષ કરીને પીવાથી મગજ એકદમ તેજ બની શકે છે.
એલોવેરા
એલોવેરા વાળ અને સ્કીન માટે હંમેશાથી જ ફાયદાકારક ગણવામાં આવે છે. એલોવેરા જેલ સ્કેલ્પના પીએચ સંતુલનને બહાલ કરી શકે છે જે વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. તે તમારા વાળને મોઈશ્ચરાઇઝ અને હાઈડ્રેડ કરવા માટેની સૌથી સરળ રીત છે. તેનું તમે જ્યુસ પી શકો છો અને તેના જેલને તમે સીધું જ સ્કેલ્પ પર પણ લગાડી શકો છો. સૌથી સારા પરિણામો માટે તેને માથામાં લગાડીને માલિશ કરવી.
મેથી

મેથી એક આયુર્વેદિક ઘટક છે,જે વાળ ખરતા, ખોડો ઓછો કરવામાં અને માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. તે આયર્ન, પ્રોટીન, ફોલિક એસિડ અને A, K અને C જેવા વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. તમે મેથીને પીસીને તેની પેસ્ટમાં ઉપયોગ કરી શકો છો, જે પછી હેર માસ્ક અથવા ક્લીનઝર તૈયાર કરવા માટે ઉમેરી શકાય છે.

બ્રાહ્મી
બ્રાહ્મીના છોડને બકોપા પણ કહે છે. આનુ વૈજ્ઞાનિક નામ બકોપા મોનનેરી છે. આ એક એવો છોડ છે જેનો ઉપયોગ સદીઓથી પારંપરિક આયુર્વેદિક ચિકિત્સા માં કરવામાં આવે છે. બ્રાહ્મી મગજમાં એવા રસાયણો ને વધારવાનું કામ કરે છે જે વિચારવા, શીખવા અને યાદ શક્તિ માટે જરૂરી હોય છે. અલ્જાઈમર રોગ કારકો થી મગજની કોશિકાઓને રક્ષા પણ કરે છે. તમે આને સરળ ભાષામાં બ્રેઇન બૂસ્ટ કરવાવાળું સ્માર્ટ ડ્રગ પણ કહી શકો છો.