Site icon Revoi.in

કર્ણાટકમાં વડાપ્રધાન મોદીના સંબોધનની વાતોના કેટલાક અંશો અહી જાણો

Social Share

બેંગલુરુઃ- આજરોજ 12મી માર્ચને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છે જ્યા તેમણે વ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા આવ્યા હતા આ રોડ શો દરમિયાન પીએમ મોદી પર ફુલોની વર્ષા કરવામાં આવી હતી અને તેઓનું ભવ્ય સ્વાગત જનતા વતી કરવામાં આવ્યું.માંડ્યામાં રોડ શો દરમિયાન લોકો રસ્તાની બંને બાજુ લાંબી લાઈનોમાં ઉભા રહી ગયા હતા અને વડાપ્રધાનની કાર પર ફૂલોની વર્ષા કરી હતી

આ એક્સપ્રેસ વે 10 લેન અને 118 કિલોમીટર લાંબો બેંગલુરુ મૈસૂર એક્સપ્રેસ વે  8,480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તે બેંગલુરુ અને મૈસુર વચ્ચેનો મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઘટાડીને લગભગ 75 મિનિટ કરશે.

વડાપ્રધાન મોદી એ આજે પોતાના સંબોધનમાં  કહ્યું કે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દેશની પ્રગતિ જોઈને યુવાનો ગર્વ અનુભવે છે. આ તમામ પ્રોજેક્ટ વિકાસ અને સમૃદ્ધિના નવા રસ્તા ખોલશે.

બેંગલોર અને મૈસૂર કર્ણાટકના બે મહત્વપૂર્ણ શહેરો છે. એક ટેક્નોલોજી માટે જાણીતું છે અને બીજું પરંપરા માટે જાણીતું છે. આવી સ્થિતિમાં આ બંને શહેરોને ટેક્નોલોજી દ્વારા જોડવા જરૂરી છે.

આ સહીત પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2014 પહેલા કોંગ્રેસે ગરીબ લોકોને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબ લોકોના પૈસા લૂંટ્યા.કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાના સપના જોઈ રહ્યા છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબોનું જીવન સરળ બનાવવામાં વ્યસ્ત છે.

આ દરમિયાન એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સુવિધા જ નથી લાવતું… તે રોજગાર, રોકાણ, કમાણીનું સાધન લાવે છે. વર્ષોથી, અમે એકલા કર્ણાટકમાં જ હાઇવે પ્રોજેક્ટ્સમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે આ તમામ પ્રોજેક્ટ સમૃદ્ધિ અને વિકાસનો માર્ગ ખોલશે. તેમણે કહ્યું કે બેંગલુરુ અને મૈસુર કર્ણાટકના મહત્વપૂર્ણ શહેરો છે. એક ટેક્નોલોજી અને બીજી પરંપરા માટે જાણીતી છે. બંને શહેરોને ટેક્નોલોજી દ્વારા જોડવા ખૂબ જ જરૂરી છે.