Site icon Revoi.in

ગુસ્સા અને લાગણીમાં આવીને અંગત જીવનની આ કેટલીક એવી વાતો જે ક્યારે બીજાઓ સાથે ન કરવી શેર

Social Share

માણસ જાત ખૂબ જ ભાવુક હોઈ છે,ઘણી વખતે ઈમોશનમાં વહીને ન કહેવાની વાતો કેટલાક લોકોને કરી બેસે છે છેવટે એક વખત એવો સમય આવી જાય છે કે તેને આ વાત પર પસ્તાવો થાય છે, એટલે જ્યારે પણ તમે ગુસ્સામાં હોવ કે લાગણીઓમાં હોવ કઈ વાત કોને કહી શકાય તે બાબત ખાસ ઘ્યાનમાં રાખવી જોઈએ.

એક ગુજરાતીમાં કહેવત છે કે ગુસ્સામાં કોઈ નિર્ણય લવો જોઈએ નહી અને ખુશીમાં કોઈને કોઈ વાયદો કરવો જોઈએ નહી…..આ વાક્ય આપણા જીવનમાં ખાસ બંધ બેસતું હોય છે, ઘણી વખત બો ખુશ હોઈે છે ત્યારે આપણે સામે વાળઈ વ્યક્તિને ઘણા વાયદાઓ કરી જેતા હોઈએ છીએ અને પછી એ પુરા ન થતા સંબંધોમાં કડવાશ આવે છે એજ રીતે ઘણી વખત આપણે ગુસ્સામાં કોઈને ઘણું કહી દઈએ છીએ પછી હોશ આવતા જ ખબર પડે કે આપણે આ શુ કરી બેઠા? એટલે ગુસ્સો અને લાગણી બન્ને સ્થિતિમાં આપણે સમતલ રહેવું જોઈએ.

વિવાહિત જીવન સાથે જોડાયેલી વસ્તુઓ એવી છે જે ફક્ત પતિ-પત્ની વચ્ચે જ રહેવી જોઈએ. જો પતિ-પત્ની વચ્ચેની કોઈ વાત બહારના લોકો સામે નીકળી જાય તો લગ્નજીવનમાં તિરાડ પડી શકે છે. તેથી, તમારા લગ્ન જીવન સાથે જોડાયેલી વસ્તુઓ કોઈની સાથે શેર ન કરો, પછી ભલે તે તમારો નજીકનો મિત્ર પણ કેમ ન હોય.

ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ ઉદાસ હોય છે, ત્યારે તે સહારો શોધતો રહે છે. આવી સ્થિતિમાં તે પોતાના નજીકના લોકો સાથે પોતાનું દુ:ખ પણ શેર કરે છે. જેમ કે તેની સાથે શું થયું, અથવા કોઈએ તેનું અપમાન કર્યું. પરંતુ આવી વાતો કોઈને ન કહેવી જોઈએ. ભલે તે તમારો મિત્ર હોય, તે તમારી સામે તમને દિલાસો આપશે પરંતુ તમારી પીઠ પાછળ તમારા પર હસી પણ શકે છે,એટલે તમારા જે નજીકના હોય જેમ કે માતા પિતા કે ભાઈ બહેન સૌથી પહેલા તેના સાથે વાત શરે કરો . કોઈ પર વિશ્વાસ કરતા પહેલા પરિવારને એક તક આપવી જોઈએ

જીવનમાં એવો સમય આવે છે જ્યારે વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે. તમારે લોન પણ લેવી પડી શકે છે. પરંતુ આવી વસ્તુઓ તમારા પુરતી જ સિમિત રાખો. જો તમે આ વાતો બીજાને કહો છો તો એક તો એ લોકો તમારાથી અંતર રાખવા લાગશે અને બીજું, તમે વિશ્વાસ કરીને તેમને આ વાતો કહી હશે પરંતુ તેમણે આ વાતો તમારાથી ગુપ્ત ન રાખવી જોઈએ અને બધાને જણાવવી જોઈએ.આ સાથે જ ઘણી વખત કેટલાક લોકો આપણી આર્થિક સ્થિતિ પર હસી રહ્યા હોય છે.

નોંધઃ- દરેક વ્યક્તિ એવા હોતા નથી પરંતુ વિશ્વાસ હંમેશા સમજી વિચારીને કરવો જોઈએ, વ્યક્તિએ ચોક્કસ પોતાના દિલની વાત શરે કરવી જોઈએ પરંતુ નજીકના અને વિશ્વાસું લોકો સાથે,બને ત્યા સુધી માતા-પિતા અને ભાઈ બહેનને પ્રાધાન્ય આપો બહારના લોકો કરતા પોતાનામાં કહેલી વાત સિક્રેટ રહી શકે છે.