- શિયાળાની ઋતુમાં હેરઓઈલ કગમ કરીને વાળમાં નાખો
- લીમડાના તેલને ગરમ કરી યૂઝ કરવાથી ખંજવાળ મટે છે
દરેક ઋતુનો આપણા શરીર પર જુદ- જુદો પ્રભાવ પડતો હોય છે, જેમાં આપણા વાળને પણ અનેક ઋતુ અસર કરે છે, ખાસ કરીને ચોમાસામાં વાળથી લઈને સ્કિન સુધીની સમસ્યાઓ વધે છે.ખાસ કરીને ચોમાસું આવતા જ વાળ ખરવાની દરેકને ફરીયાદ હોય છે, વાળમાં ખોળો થવાની અને વાળમાં ખંજવાળ આવવાની સમસ્યા સતાવે છે, ચોમાસામાં વાળ વધુ પડતા ભીના રહેવાથી સ્કિનમાં સફેદ પ્રદાર્થ જામી જાય છે જેને આપણે ખોળો કહીએ છે. તો ચાલો જોઈએ ખોળો ન થાય તે માટે શું કરવું જોઈએ
ચોમાસામાં વાળની આ રીતે રાખો કાળજી
- દરરોજ વાળ ધોવાનું ટાળવું જોઈએ, અને ખાસ ચોમાસામાં કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ જેથી ગૂંચ કાઢવામાં સરળતા રહે અને વાળ ખરતા અને તૂટતા બચે.
- વાળ ધોવા માટે વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ, નવસેકા પાણીથી જ વાળ ધોવાનું રાખવું જોઈએ,
- ચોમાસામાં ભેજને લીધે વાળ કોરા થવામાં વધારે સમય લાગે છે તેથી બહાર જવાના થોડા સમય પહેલાં જ વાળ ધોઇ લો.
- બ્લો ડ્રાયરનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ.
- વાળને ખરતા અટકાવવા માટે વાળમાં ખોળો ન થાય તેનું ખ્યા ધ્યાન રાખવું તેની કાળજી લેવી જોઈએ.
- આ સિઝનમાં અઠવાડિયમાં એક વખત વાળને સ્ટીમ આપવાથી વાળ સારા રહે છે અને ખરતા એટકે છે.
- આ ઋતુમાં ખાસ કરીને ઓઈલને નવસેકુ ગરમ કર્યા પછી વાળમાં લગાવવું. તમે અઠવાડિયામાં એકથી બે વખત જ તેલ નાંખતા હોય તો તમારે હૂંફાળું તેલ કરીને, તે તેલની માલિશ કરવી જોઇએ. તેનાથી વાળ મજબૂત બને છે, સાથે ગરમ તેલથી માલિશ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધારે સારી રીતે થાય છે.
- વાળમાં ખોળો થાય ત્યારે રાત્રે તેલને ગરમ કરીને માવિશ કરવી અને સવારે હુંફાળા પાણીએ વાળ ઘોઈ લેવા
- ખોળો થયો હોય ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેને માથામાં 10 મિનિટ સુધી લગાવી રહેવા દેવી ત્યાર બાદ ધોઈલો,ખોળો દૂર થશે
- મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળઈ દો, સવારે તેની પેસ્ટ બનાવી તેમાં દહીં નાખીને વાળમામં લગાવી મસાજ કરવો, ત્યાર બાદ 30 મિનિટ બાદ વાળ ઘોવા આમ કરવાથી ખોળો દૂર થશે
- વરસાદમાં ભીના વાળ થવાને કારણે માથામાં ખંજવાળ આવતી હોય છે આવા સમયે તમારે લીમડા અને નારિયેળનું તેલ ગરમ કરીને વાળની પેથીએ લગાવવું જોઈએ જેનાથી ફંગસની સામે રક્ષણ મળે છએ,અને ખંજવાળ આવતી નથી.