- એડકી આવવા પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર
- જો કે ધ્યાન બીજે દોરવાથી એડકી ક્યારેક બંધ થઈ જાય છે
સામાન્ય રીતે આપણા દરેકને એડકી આવતી હોય છે, ત્યારે ઘણા વડિલો એવું અનુમાન લગાવાય છે કે કોઈ યાદ કરે છે, કે કોઈ આપણા પર ગુસ્સો કરી રહ્યું છે, જો કે અડકી આવવાનું આવું કોઈ અનુમાન હોયું નથી આ એક વૈજ્ઞાનિક કારણ છે.તો ચાલો જાણીએ એડકી આવવાના કારણો
જો કે ક્યારેક એડકી આવે ત્યારે આપણું ધ્યાન બીજે દોરવામાં આવને છે જેના કારણે એડકી બંધ થીજાય છે.પારંપરિક ઉપાય તરીકે આ એક સારો ઉપાય છે. જો કે એડકી આવવા પાછળના વિજ્ઞાનને સમજીએ
જાણો એડકી આવવાનું કારણ
સામાન્ય રીતે આપણે સતત શ્વાવાસ લેતા રહીએ છીએ અને ફેફસામાં હવા જાય છે અને ત્યાંથી હવા આવતી પણ રહેતી હોય છે. આ ક્રિયાની સાથે એ પરદો પણ હલે છે જે છાતી અને પેટની વચ્ચે હોય છે. પણ ક્યારેક-ક્યારેક આ પ્રવાહની લયમાં ગરબડ થવાથી ડાયફ્રોમ કંપવા લાગે છે અને એડકી આવે છે.
એડકી આવે ત્યારે શું કરવું
સામાન્ય રીતે વાંરવાર એડકી આવતી હોય અને બંધ ન થતી હોય ત્યારે થોડૂ થોડૂ 3 થી 4 વખત પાણી પીવું
આ સાથે જ ઠંડું પાણી પીવું સાત ઘૂંટડા પાણી પીશો તો એડકી મટી જાય છે.
ઘણી વખત ક્યારે આપણાને વડિલો અચાનક આરોપ લગાવે છે જે કામ આપણે નથી કર્યું તેનો આરોપ લગાવે છે અને આપણે ડઘાઈ જઈએ છીએ અને તરત એડકી બંધ થી જાય છે, કારણ કે આપણું મન ડાવર્ટ થી જાય છે, આમ અચાનક તમને કોી જૂઠ્ઠું બોલે ત્યારે પણ એડકી અટકાવી શકાય છે.
આ સાથે જ એડકી આવે ત્યારે ખાંડ ખાવી, કેટલીક સેકંડ માટે શ્વાસ રોકી દેવો, બરફનો ભૂક્કો ગળી જવો, કોઇ થેલી ફુલાવી વગેરે જેવા ઉપાયો કરવાથી એડકી બંધ થાય છે.
આ સાથે જ ઘણા વડિલો કહેતા હોઈ છે કે ઉતાવળે ભોજન ગળી જવાથી, મરચાવાળું ખાવાથી વગેરેથી એડકી આવી શકે છે. પણ જો એડકી કોઇ સામાન્ય ઉપાયથી રોકાય નહીં તો ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.અને જો એડકી સામન્ય છે તો ા ઘરેલું ઉપચારથી તમે તેમાં ચોક્કસ રાહત મેળવી શકો છો.