Site icon Revoi.in

રસોઈઘરના કાળા પડી ગયેલા વાસણોને ચાંદી જેવા ચમકાવા હોય તો જોઈલો આ ટિપ્સ અને ટ્રિક

Social Share

સાહિન મુલતાનીઃ-

એલ્યૂમિનિયમના વાસણો ઘણાી વખત કાળઆ પડી જતા હોય છે, આ વાતની ઘણી ગૃહિણીઓને ફરીયાદ રહેતી હોય છે,ખાસ કરીને જે વિસ્તારોમાં ખાપરાશ વાળું પાણી વાપરવામાં આવતું હોય તેવા ઘરોમાં વાસણ કાળઆ પડવાની સમસ્યા વધુ જોવા મળે છે, તે ઉપરાંત એલ્યૂમિનિયમના વાસણોમાં કોઈ વસ્તુ તળવાથી કે ગરમ કરવાથી પણ વાસણ ચીકળા કે કાળા થી ગયા હોય છે, ત્યારે ઘણા લોકો આ કાળાશ કે ચિકાશને દૂર કરવા માટે મોંધા સાબુ પાવડર વાપરતા હોઈ છે, પરંતુ આજે આપણે એક એવી સરળ ટિપ્સ જોઈશું કે તમે સામાન્ય ખર્ચમાં આ વાસણો સાફ કરી શકશો અને વાસણમાં નવા વાસણ જેવી ચમક ફરીથી મેળવી શકશો.

ખાસ કરીને કઢાઈ ચીંકણી અને કાળી વધુ થાય છે, ત્યારે આવા સમયે કઢાઈમાં લીબુંના ફાળા નાખઈને પાણઈ 30 મિનિટ સુધી ગરન થવા દેવું જેથી કઢાઈમાં કે કોઈ પણ એલ્યૂમિનિયમના વાસણોમાં રહેલી કાળઆશ અને ચીકાશ દૂર થઈ જશે.

જો વાસણની બહાર કાળઆ કે ચિકાશ હોય તો કોઈ બીજા મોટા વાસણમાં પાણી ગરમ કરવા રાખવું અને તેમાં કોઈ પણ કપડા ઘોવાનો પાવડર અને લીબુંના 4 થી 7 નંગ ફાળા(લીબુંને કાપીને) નાખીને તે વાસણનું પાણ ગરમ કરવું ત્યાર બાદ તે વાસણમાં બીજા જે વાસણો કાળા ચીકળા થયા હોય તેને ડબોળી દેવા, અને પાણી ઉકળે તેયા સુધી વાસણ અંદર ઉકળતા પાણીમાં જ રાખવા , આમ કરવાથી વાસણની બહારની કાળઆશ અને ચીકાશ દૂર થશે.

ગરમ પાણી કરતી વખતે લીબુંની જગ્યાએ તમે સફેદ વિનેગાર, કાળો વિનેગાર,લીબુંના ફુલ, સોડા ખાર વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો ,આ તમામ વસ્તુઓ પાણીમાં ગરમ થવાની લસાથે જ વાસણને ક્લિન કરે છે.

આ સાથે જ રોટલી શેકવાનો  તવો ખૂબ બળી ગયો હોય તો તેને સાફ કરતી વખતે તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ તવાને ગરમ કરો અને તેના પર લીંબુનો રસ નાખીને ઘસો. તેના પર થોડો વિનેગર નાખીને તેને સાફ કરો. આ સાથે તમે થોડું મીઠું પણ ઉમેરી શકો છો. આ ઉપાય કરવાથી તવો સંપૂર્ણ રીતે ચમકવા લાગશે. તવાને સાફ કરતી વખતે ધ્યાનમાં રાખો કે આ પદ્ધતિઓ અપનાવતી વખતે તપેલી ગરમ હોવી જોઈએ.