- ઉનાળામાં ઠંડા પાણીથી ચહેરાને સાફ કરતા રહો
- વધુ પડતા ફેશવોશનો ઉપયોગ ટાળો
હાલ ઉનાળાની ભરપુરલગરમી પડી રહી છે,ગરમીના કારણે ત્વાચ ઓઈલી વઘુ રહે છે, અને ચીકણી સ્કિનના કારણે તેના પર ડસ્ટ જદામી જાય છે છેવટે સ્કિન ડેમેજ થતી જોવા મળે છે, જો કે આ માટે ઉનાળાની સિઝનમાં તમારે ચહેરાની ખાસ કાળજી લેવી જોઈએ, ચતમારી ત્વચાને ઠંડા પાણીથી વારંવાર ઘોવી જોઈએ જો કે ચહેરાને નવોશ કરતા સમયે કેટલીક બાબત ધ્યાનમાં લેવાથી ત્વચા ચમકદાર બનશેટઉનાળામાં ચહેરાની મોઈશ્ચર અને ગ્લો જાળવી રાખવા માટે તમે ફેસ વોશ સંબંધિત કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
ફેશ વોશ કરતા વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન
– ઉનાળામાં ખૂબ જ પરસેવો થાય છે, જેના કારણે લોકો ઘણી વાર ફેસ વોશથી ચહેરો ધોવાનું શરૂ કરી દે છે, જો કે આવું ન કરવું જોઈએ. ફેસવોશ વડે વારંવાર ચહેરો ધોવાથી ચહેરો વધુ તૈલી બને છે કારણ કે જ્યારે પણ ચહેરો ધોવામાં આવે છે ત્યારે ત્વચા વધુ સીબમ બનાવે છે. સીબમ ચહેરા પર તેલ ઉત્પન્ન કરે છે. દિવસમાં બે-ત્રણ વખત સાદા પાણીથી ચહેરો ધોવાથી ફાયદો થાય છે પણ ફેસવોશથી નહીં.
– આ સાથે જ ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. ત્વચાના પોષણ માટે આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. ભલે તમારે આખો દિવસ ઓફિસની અંદર બેસી રહેવું પડે, પરંતુ તેમ છતાં સનસ્ક્રીન લગાવવાનું બંધ ન કરો.
– ચહેરા પર પરસેવાવાળા હાથ વારંવાર ન ફેકરવો જેનાથી ત્વચા ઓઈલી બને છે. જેના કારણે ચહેરા પર બળતરા થાય છે. આ કિસ્સામાં, ફોલ્લીઓ થવાની શક્યતા વધી જાય છે.
– દરરોજ રાત્રે સુતા પહેલવા તમારી ત્વચાને સારી રીતે ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવ્યા પછી જ સૂવું જદોઈએ. તે શુષ્ક રાત્રે પણ તમારી ત્વચાની ભેજ જાળવી રાખશે.