Site icon Revoi.in

ઘરના બારી-બારણાના કાંચ સહીતની સફાઈ કરવા જાણીલો આ કેટલીક ટિપ્સ

Social Share

આપણે ઘરમાં દરેક રીતે સફઆઈ કામ કરતા હોઈએ છીએ જો કે ઘરના બારી બારણા કે કબાટના કાંચને સાફ કરવા ખૂબ મહેનત લાગતી હોય છે જો કે આજે એવી કેટલીક ટિપ્સ જોઈશું જે તમારું આ કામ તદ્દન સરળ બનાવશે.

જાણો એવી ટિપ્સ કે જેનાથી કાંચ બનશે ચમકદાર

– સૌ પ્રથમ કોઈ પણ કાંચની સફાઈ કરતા પહેલા તેના પર સાદા પાણીનું પોતું કરી લેવું

– હવે એક ડોલ પાણીમાં 2 ચમચી વિનેગર નાખીને કોટનના કડપા વડે તમે કાંચની સફાઈ કરી શકો છો જોનાથી પીળા પડેલા ઘબ્બાઓ દૂર થાય છે.

– આ સાથે જ પાણીમાં તમે સોડાખાર અને એક લીબુંનાખીને પણ કાંચ સાફ કરી શકો છો,તેનાથી કાંચ પરના ડાઘાઓ તો દૂર થશે જ પરંતુ કાંચની ચમક પણ વધશે.

– બેકિંગ સોડા પણ કાંચ સાફ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે,આ માટે કાંચ પર બેકિંગ સોડા લગાવીને 3 મિનિટ રહેવા દો ત્યાર બાગદ સાદા પાણી વડે કાંચને સાફ કરીલો, કાંચ ચમકદાર તો બનશે જ સાથે ડાઘ ઘબ્બાઓ પણ નહી રહે.

– જો કાંચ પર લિપ્સ્ટિક કે નેીલ પેઈન્ટના ડાધા હોય તો ત્યા લીબું ઘસીને રહેવા દો અથવા તો નેઈલ રિમુવર રુ વડે લગાનીવે 1 મિનિટ રહેવાદો ત્યાર બાદ પાણી વડે કાંચને ક્લિન કરીલો, આમ કરવાથી ડાઘા દૂર થશે.

– સેવિંગ ક્રિમ કે ફેશવોશની મદદથી પણ કાંચની સારી સફાઈ થાય છે, આ માટે આ બન્ને પ્રોડક્ટને કાંચ પર હાથ વડે સ્પ્રેડ કરીલો, ત્યાર બાદનરમ કપડાને પાણીમામં ભીનું કરીને કાંચ પર ફેરવી લો, આમ કરવાથી કાચ ચોખ્ખા થઈ જશે.