- ફોલ્લીઓ માટે અપનાવો ઘરેલું નુસ્ખા
- ગુલાબજળ, બેસન,મલાઈ આ ત્વચા માટે બેસ્ટ ઓપ્શન
હવે ઉનાળાની ગરમી પડવાની શરુાત થી ચૂકી છે ત્યારે ઘરની બહાર નિકળતા વખતે તમારે તનારા શરીરને પુરેપુરુ કવર કરવાની ટેવ પાડવી જોઈએ કારણ કે ઉનાળાની ગરમી તમારપા શરીર પર ફૂલ્લીઓનું તારણ બની શકે છે, વધુ પડતો તાપ અને બહારના ડસ્ટથી ફુલ્લીઓ થાય છે ,જો કે ઉનાળાની આ સમસ્યા માટે તમે ઘરેલું સારવારથી રાહત મેળવી શકો છો,તો ચાલો જોઈએ કઈ રીતે આ ફૂલ્લીઓથી છૂટકારો મળએવી શકાય છે.
બહારના વાતાવરણની સીઘેસીઘી અસર ત્વચા પર જ જોવા મળે છે.આ લાલ ફોલ્લીઓને કારણે અસરગ્રસ્ત વ્યક્તિની ત્વચા પર ખંજવાળ અને બળતરા થવા લાગે છે.કલાકો સુધી ખંજવાળ આવે છે .
સૌ પ્રથમ નાળિયેર તેલ મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મોથી ભરપૂર છે. તેમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચા પરની એલર્જીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.નાળિયેર તેલને ત્વચાની સંભાળમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે
આ સાથે જ એલોવેરા જેલ પણ એવી વસ્તુ છે કે જેનાથી ત્વચા પર ઠંડક મળે છે,જ્યારે પણ ઘરની બહારથી આવો ત્યારે ત્વચા પર એલોવેરા જેલ લગાવીને 10 મિનિટ રહેવાદો ત્યાર બાદ ઠંડા પાણીથી ફેશ ઘોઈ લેવો આમ કરવાથી ત્વચાની બળતરા દૂર થાય છે અને ફૂલ્લી થતા અટકે છે.
આ સહીત તુલસીના પાંદડાને પીસીને પેસ્ટ બનાવો અને તેમાં મધ ઉમેરો.જો તમે ઇચ્છો તો તુલસીના પાનની પેસ્ટ પણ ત્વચા પર લગાવી શકો છો.તેને લગાવવાથી ત્વચા પરની લાલાશ, ખંજવાળ અને દુખાવો દૂર થાય છે.
લીમડાના પાન અષૌધિ ગુણોથી ભરપુર હોય છે તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવાથી ફૂલ્લીઓ દૂર થાય છે, આ માટે લીમડાના પાનને ક્રશ કરી તેમાં થોડૂ મધ ઉમેરીને ત્વચા પર લગાવી દો અને 15 મિનિટ રહેવાદો ત્યાર બાદ ત્વચાને ઠંડા પાણીથી ઘોઈલો આમ કરવાથી ફૂલ્લીઓ થોડા જ દિવસમાં મટી જશે.
જ્યારે ખૂબ જીણી જીણી ફૂલ્લીઓથી તમે પરેશાન છો ત્યારે તમે ઈચ્છો તો મલાઈને આઈસક્યૂબથી ચહેરા પર ઘસી શકો છો આમ કરવાથી તમારી ત્વચા પરની ફુલ્લીો બેસી જશે અને ચહેરા પર ઠંડક મળશે,
જ્યારે પણ બહાર તડકામાંથી ઘરની અંદર આવો ત્યારે તમારે ફેશ પર ગુલાબનું પાણી છાટવું જોઈએ જે ત્વચાને ઠંડક આપે છે સાથે જ ફૂલ્લીઓ થતા અટકાવે છે.