- એલોવsરાનું જેલ ઘરે બનાવી ફ્રીજમાં સ્ટોર કરો
- બેસન અને મલાઈની પેસ્ટ બનાવી ચહેરા પર અપ્લાય કરો
- કાચું દુઘ ચહેરા પર લગાવાથી સ્કિન કોમળ બને છે
શિયાળાની સિઝન આવતાની સાથે જ ત્વચા રફ થવા લાગે છે, સ્કિન જાણે ખરબચડી અને રુસ્ક થતી જોવા મળે છે, મોટા ભાગના લોકોને શિયાળો આવતાની સાથે આ પ્રોબલેમ થતો હોય છે, ત્યારે આવી સિઝનમાં આપણે આપણી ત્વચાની કાળજી ઘરેલું ઉપાય દ્વારા કરી શકીએ છીએ, તો ચાલો જાણીએ ઘરે રહીને એવું તો શું કરવું કે,જેનાથી ચહેરો અને હાથ-પગની રુસ્ક થયેલી ત્વચાને કોમળ સુંદર બનાવી શકીએ.
સામાન્ય રીતે આપણે વેસેલિન કે બોડીલોશનનો ઉપયોગ ત્વચા પર કરતા હોઈએ છીએ પરંતુ આજે આપણે તદ્દન ધરેલું ઈલાજથી આ પ્રોબલેમમાંથી છૂટકારો મેળવીશું.
ચહેરા અને હાથ-પગની સ્કિન માટે કરો આટલું – સ્કિન રુસ્ક થતી અટકશે
- એલોવિરામાંથી તેનું જેલ કાઢીને તેને તમે ફીજમાં સ્ટોર કરી સકો છો. આ જેલને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રહેવાદો ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ઘોઈ લેવો. જેથી ચહેરો પર ચમક અને રુસ્ક સ્કિન લીસી બનશે.
- 1 ચમચી બેસનમાં 1 ચમચી મલાઈ ડ કરીને ક પેસ્ટ બનાવી તેને ચહેરા પર અપ્લાય કરી 10 મિનિટ રહેવા દો, ત્ય.ર બાદ હાથ વડે બરાબર મસાજ કરીલો જેથી ચહેરા પર રહેલી ડસ્ટ દુર થશે અને ચહેરો કોમળ બનશે.
- એલોવિરાના જેલમાં લીબુંનો રસ નાખીને ચહેરા પર લગાવવાથી પણ ચહેરાની ત્વચા ડ્રાય થતી બચશે અને ત્વચામાં નિખાર આવશે.
- ગુલાબજળને ચહેરા પર અને હાથ પગની સ્કિન પર લગાવીને થોડી મિનિચ બાદ ઘી લેવું, જેનાથી ત્વચા સુંવાળી અને સુંદર બને છે.
- હરદળ, બેસન અને લીંબુના રસની પેસ્ટ બનાવીને તેને તમે હાથ પગ અને ચહેરાની ત્વચા પર મસાજ કરી શકો છો,જેનાથી કડક બની ગયેલી સ્કિન નરમ પડે છે.
- દુધને ગરમ કર્યા વગર તમે તેને ચહેરા પર અપ્લાય કરી શકો છો જેનાથી ત્વચામાં નિખાર તો આવશે જ પરંતુ ડ્રાય થયેલી ત્વચા નરમ થશે.
- મધ અને લીંબુનો રસ ફેશ પર લગાવવાથઈ ત્વચા રુસ્ક થતી બચે છે.
જો તમે રોજ બરોજ ઘરમાં રહીને જો આટલું કરશો તો ચાક્કસ તમારી સ્કીન ડ્રાય થતી બચશે.