ઇન્સ્ટાગ્રામમાં આવ્યું નવું શાનદાર ફીચર, જાણો શું છે નવું અપડેટ
- ઇન્સ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર
- હવે લાઇવ રૂમ થશે વધુ મજેદાર
- જાણો શું છે નવું અપડેટ
મુંબઈ: સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ હવે પહેલા કરતા વધુ શાનદાર બન્યું છે. એપ્લિકેશનમાં લાઇવ રૂમ ફીચરને અપડેટ કરવામાં આવ્યું છે. હવે તમે ઇન્સ્ટાગ્રામમાં લાઇવ વીડીયો બનાવીને એક કરતા વધુ લોકોને સામેલ કરી શકશો.
કેટલા લોકો થશે સામેલ
ઇન્સ્ટાગ્રામમાં હાલમાં જ એક નવું અપડેટ સામેલ કરવામાં આવ્યું છે. હવે લાઇવ રૂમમાં તમે એક નહીં પણ ચાર લોકોને એકસાથે કનેક્ટ કરી શકશો. એટલે કે હવે તમારું લાઇવ રૂમ વધુ ઈફેક્ટીવ રહેશે. હવે તમારા ફોલોઅર્સ સાથે વાત કરતા વધુ લોકોને સામેલ કરી શકાશે.
ભારતમાં ટૂંક સમયમાં આવશે નવું અપડેટ
પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકામાં નવું લાઇવ રૂમ અપડેટ આવી ગયું છે. જો કે, ટૂંક સમયમાં તે ભારતના યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ લાઇવ લોકોને લાઇવ રહેવાની અને તેમના પ્રેક્ષકો સાથે વર્ચ્યુઅલ રૂપે કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. આ વર્ષે આ ફીચરના ઉપયોગમાં ઘણો વધારો થયો છે.
ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકાયા બાદ ઇન્સ્ટાગ્રામ યુઝર્સમાં વધારો
ભારત સરકારે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી ઇન્સ્ટાગ્રામના યુઝર્સમાં મોટો વધારો થયો છે. આ માટે ફેસબુકે તેના પ્લેટફોર્મ પરથી ઇન્સ્ટાગ્રામના નવા ફીચરને પ્રમોટ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ માર્ચમાં, ભારતમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ વ્યૂઝમાં અઠવાડિયાના ધોરણે 60 ટકાનો વધારો થયો છે.
_Devanshi