WhatsApp દ્વારા બેંક એકાઉન્ટ બેલેન્સ કેવી રીતે ચેક કરવું,જાણો અહીં રીત
- હવે WhatsApp પર પણ બેંક એકાઉન્ટ બેલેન્સ થશે ચેક
- અહીં જાણો બેલેન્સ ચેક કરવાની રીત
- બસ આટલું જ કરતા દેખાશે બેલેન્સ
વોટ્સએપથી તમે થોડી જ સેકંડમાં તમારા બેંક બેલેન્સની વિગતો મેળવી શકો છો.કંપનીએ WhatsApp પેમેન્ટ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યો હતો.આ અંતર્ગત 227 થી વધુ બેંકોનો સપોર્ટ ઉપલબ્ધ છે.
યુઝર્સને WhatsApp પેમેન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કરવાની અને પ્રાપ્ત કરવાની સુવિધા મળે છે. પરંતુ હવે યુઝર્સ આ સુવિધા દ્વારા તેમનું બેંક બેલેન્સ પણ ચેક કરી શકશે.
બેંક બેલેન્સ ચેક કરવા માટે પહેલા તમારું Whatsapp એકાઉન્ટ ખોલો. જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝર છો, તો તમને ટોચ પર મોરનો વિકલ્પ મળશે.ત્યારબાદ તમને ત્યાં પેમેન્ટનો વિકલ્પ મળશે.તેના પર ટેપ કરો. આ પછી ચુકવણી પદ્ધતિમાં સંબંધિત બેંક એકાઉન્ટ પર ટેપ કરો.જ્યાં તમને વ્યૂ એકાઉન્ટ બેલેન્સનો વિકલ્પ મળશે.
હવે વ્યૂ એકાઉન્ટ બેલેન્સ પર ટેપ કરો અને ત્યાં તમારો UPI પિન દાખલ કરો. UPI પિન દાખલ કર્યા પછી તમારા એકાઉન્ટ બેલેન્સ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
બેલેન્સ ચેક કરવાની બીજી રીત પણ છે.તમે Whatsapp પર પૈસા મોકલતી વખતે તમારા બેંક એકાઉન્ટ બેલેન્સ પણ ચેક કરી શકો છો. આ માટે પેમેન્ટ મેસેજ સ્ક્રીન પર આપેલ પેમેન્ટ મેથડ પર ક્લિક કરો. તે પછી ત્યાં દેખાતા વ્યૂ એકાઉન્ટ બેલેન્સ પર ટેપ કરો.
જો તમારા વ્હોટ્સએપ એકાઉન્ટમાં એકથી વધુ બેંક એકાઉન્ટ ઉમેરવામાં આવ્યા છે, તો તેમાંથી સંબંધિત બેંક એકાઉન્ટ પસંદ કરો. આ પછી તમારે તમારું બેંક બેલેન્સ ચેક કરવા માટે તમારો UPI પિન દાખલ કરવો પડશે.