- હેલ્થ આઈડી કાર્ડ છે જરૂરી
- લોકોને મળે છે અનેક ફાયદા
- સારવારના ખર્ચામાં આપે છે મોટી રાહત
હેલ્થ ઈઝ વેલ્થ,આ વાતથી કોઈ અજાણ હોઈ શકે નહી,કારણ કે આ વાતનો સાદો મતલબ એ જ થાય છે કે સ્વાસ્થ્ય સારૂ છે તો બધુ જ સારૂ છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણા જ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું છે. આનો ફાયદો દેશના કરોડો લોકોને થશે. તો હવે જે લોકોને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ બનાવું છે તે લોકોએ માત્ર આટલા સ્ટેપ્સને અનુસરવા પડશે.
સૌથી પહેલા તો વેબસાઈટ પર “હેલ્થ આઈડી” નામ સાથે એક શીર્ષક જોશો. તેના પર ક્લિક કરીને કાર્ડની શરતો વાંચી શકો છો અને કાર્ડ બનાવી શકો છો. વેબસાઇટની મુલાકાત લીધા પછી, ‘ક્રિએટ હેલ્થ આઈડી’ વિકલ્પ પર ક્લિક કરો. તે બાદ કાર્ડ જનરેટ કરવા માટે, આધાર અથવા મોબાઇલ નંબરનો વિકલ્પ પસંદ કરો. આધાર નંબર અથવા ફોન નંબર દાખલ કરવા પર OTP પ્રાપ્ત થશે.
આટલું કર્યા પછી OTP આપીને ચકાસણી કરવી પડશે. હવે સામે એક ફોર્મ ખુલશે જેમાં પ્રોફાઇલ માટે ફોટો, જન્મ તારીખ અને સરનામું સહિત કેટલીક વધુ માહિતી આપવી પડશે. બધી માહિતી આપ્યા પછી ડિજિટલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ જશે જે ડાઉનલોડ કરી શકશો. આ કાર્ડમાં QR કોડ પણ હશે.
એવો દાવો કરવામાં આવે છે કે તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે. આ સાથે, હોસ્પિટલમાં સ્લિપ બનાવવાથી લઈને ટેસ્ટ રિપોર્ટ્સ વગેરે સુધી બધા સમય ફરવાની જરૂર રહેશે નહીં. ડિજિટલ હેલ્થ કાર્ડનો મોટો ફાયદો એ થશે કે તમામ રોગોનો ઇતિહાસ અને સારવાર એક ક્લિક પર ઉપલબ્ધ થશે.