Site icon Revoi.in

ચોમાસામાં આ રીતે રાખો વાળની કાળજી – હોમમેડ કન્ડિશનરનો કરો ઉપયોગ

Social Share

હાલ હવે ચોમાસાની સિઝન શરુ થઈ ગઈ છે જેમાં ખાસ વાળની કાળજી કરવી જોઈએ કારણે કે આ સિઝનમાં વાળ ઉતરવાની ફરીયાદ વધે છે જો કે તમે ઘરે બનાવેલા પ્રો઼ક્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા વાળ સુરક્ષિત છે,તો ચાલો જોઈએ ઘરે કઈ રીતે કાળજી રાખી શકાય,આ માટે તમે ઘરે જ કન્ડિશનર બનાવી શકો છો

નારિયેળનું દૂધઃ– નાપિયેળને મિક્સરમાં પીસીને તેના દૂધને વાળમાં અપ્લાય કરો જેનાથી વાળ સ્મુથ તો બનશે અને વાળ ઉતરતા પણ બંધ થશે

બદામનું દૂધ – બદામનું દૂધ ન વાળ માટે લાભદાયી હોય છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી છે. બદામના દૂધનો ઉપયોગ કરીને તમે સરળતાથી વાળની સુંદરતા વધારી શકો છો.આ ઘરે બનાવેલું માસ્ક તમારા વાળને સુંદર બનાવે છે અને નુકશાન પણ કરતું નથી, જો તમારા વાળ ડેમેજ હોય તો આ કન્ડિશનરના ઉપયોગથી વાળને સારા બનાવી શકો છો.બદામનું દૂધ વિટામિન ઈ, સી જેવા પોષક તત્ત્વથી ભરપૂર હોય છે,જે વાળને મજબૂત બનાવે છે.બદામનું દૂધ વિટામિન એ, ઈ, ઝિન્ક અને પોટેશિયમ જેવા પૌષ્ટિક તત્ત્વો અને તત્ત્વોનાં સદ્દગુણોથી ભરપૂર હોય છે.