વોટ્સએપથી આ રીતે ડાઉનલોડ કરો કોવિડ-19 વેક્સિન સર્ટીફીકેટ,અહીં જાણો રીત
- હવે કોવિડ-19 વેક્સિન સર્ટીફીકેટ વોટ્સએપથી પણ થશે ડાઉનલોડ
- આ રીતે ડાઉનલોડ કરો કોવિડ-19 વેક્સિન સર્ટીફીકેટ
- અહીં જાણો તેને ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપની રીત
જો તમે દેશ અને વિદેશમાં ક્યાંય પણ જવા માંગતા હો, તો કોવિડ -19 વેક્સિન સર્ટીફીકેટ આજકાલ ખૂબ મહત્વનું બની ગયું છે. અત્યાર સુધી કોવિડ -19 વેક્સિન સર્ટીફીકેટ ડાઉનલોડ કરવાની બે રીત હતી- કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ. હવે ભારત સરકારે વોટ્સએપ સાથે ભાગીદારી કરી છે. જેથી વેક્સિન સર્ટીફીકેટ ડાઉનલોડ કરવું વધુ સરળ બની શકે.
તમે હવે MyGov કોરોના હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોટ ડાઉનલોડ કરી શકો છો. ગત વર્ષની શરૂઆતમાં સરકારે આની જાહેરાત કરી હતી. WhahtsApp દ્વારા COVID-19 વેક્સિન સર્ટીફીકેટ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપની રીત અહીં જાણો.
- આ માટે પહેલા તમારે તમારા સ્માર્ટફોનમાં MyGov કોરોના હેલ્પડેસ્ક વોટ્સએપ નંબર સાચવવો પડશે. આ નંબર 9013151515 છે.
- એકવાર નંબર સેવ થઈ જાય પછી વોટ્સએપ એપ ઓપન કરો.
- આ પછી ચેટ લિસ્ટ પર જઈને કોન્ટેકટને સર્ચ કરો
- મળી ગયા બાદ, ચેટને ઓપન કરો અને અહીં ડાઉનલોડ સર્ટીફીકેટ ટાઇપ કરો.
- આ પછી વોટ્સએપ ચેટબોટ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર છ આંકડાનો ઓટીપી મોકલશે.
- OTP ચેક કરો અને એન્ટર કરો.
- આ પછી ચેટબોટ તમને WhatsApp પર COVID-19 વેક્સિનનું સર્ટીફીકેટ સેંડ કરશે. અહીંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
- જો તમને અહીં WhatsApp માં કોઈ ભૂલ દેખાય છે, તો તમે પહેલાની જેમ CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપનો પણ સંપર્ક કરી શકો છો.