Site icon Revoi.in

મોનસુનમાં તમારા કપડાની ફેશન બરકાર રાખવા માટે કપડાની દુર્ગંધને આ રીતે કરો દૂર

Social Share

 

સામાન્ય રીતે ચોમાસું આવતાની સાથે જ અનેક સમસ્યાઓ પણ આવે છે,કપડા જલ્દી સુકાતા નથી અને જો સુકાઈ પણ જાય તો તેમાંથી એક અજીબ પ્રકારની વિછળી સ્મેલ આવતી હોય છે,અને જો ઘોયેલા કપડા કબાટમાં મૂકીએ છીઅ અને પછી જ્યારે તે પહેરવા હોય ત્યારે નીકાળતી વખતે પણ કપડામાં ખરાબ સુંગધ આવે છે,તો આવી સ્થિતિમાં ચોમાસામાં કપડાની સ્મેલને દૂર કરવા કેટલીક ઘરેલું ટિપ્સ તમારે અપનાવવી જોઈએ જેનાથી કપડમાંથી ફ્રેશ સુંગધ આવશે.

જો કપડામાંથી સ્મેલને દૂર કરવી હોય તો આ ટિપ્સ અપવાજો

સૌ પ્રથમ તો તમારા કપડા ધોવાઈ ગયા બાદ તેને સુકાવાદો, એટલી હદે સુકાવાદો કે તેમાં ભેજ ન લાગે કારણ કે ભેજ લાગવાના કારણે કપડામાંથી બદબૂ આવે છે.

જો કપડા જાડા હોય અને સુકાયા બાદ પણ થોડા ભેજ વાળા જણાય છે તો તમે તેને અસ્ત્રી કરીલો ,આર્યન કરવાથી કપડાની ભેજ દૂર થશે

જો તાપ ઓછો નીકળતો હોય અને કપડા મોડા સુકાઈ રહ્યા હોય તો તમે તમારા કપડાને પંખા નીચે સૂકવીને ફ્રેશ એર આપો જેથી કપડા સુકાઈ જાય

જ્યારે પણ તમે કબાટને ગોઠવી રહ્યા હોવ ત્યારે કબાટના ડ્રોઅરમાં પ્લાસ્ટિકની સીટ પાથરવાનું રાખો ત્યાર બાદ તેના પર કપડા ગોઠવો, આમ કરવાથી લાડકાનો ભેજ કપડા પર લાગશે નહી અને કપડામાં સ્મેલ નહી આવે.

જ્યારે તમે કપડાં ધોઈ લો, તે પછી એક ડોલમાં વિનેગર અથવા મીઠા સોડા મિક્સ કરો અને કપડાંને થોડીવાર માટે પાણીમાં ડુબાડી રાખો. આમ કરવાથી કપડામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

જ્યારે પણ કબાટમાં કપડા ગોઠવો છો તો એક ખાનામાં 4 થી 5 ફિનાઈલની ગોળી રાખી દો,જેથી કરીને કપડામાથી સરસમજાની સુંગધ આવશે ખરાબ સ્મેદ દૂર થશે.

આ સાથે જ ચોમાસામાં કડપાને સુકાવા માટે  હેંગર્સનો પણ ઉપયોગ કરી શકો છો. હેંગરના ઉપયોગથી કપડાંને હવા તો લાગશે જ, પરંતુ બારીમાંથી આવતી હવા કે પંખાની હવા કપડાંને પણ ઝડપથી સુકવી દેશે.