- કેટઆઈ બનાવો અને શાનદાર લૂક મેળવો
- તમારી આઈલનર કેટ સ્ટાઈલમાં સેટ કરો
યુવતીઓ પોતાના શાનદાર લૂક આપવા અને આકર્ષક દેખાડવા માટે સિમ્પલ મેકઅપથી લઈનૈ 3ડી મેકઅપ કરતી હોય છે ,જેમાં આઈલાઈનર,લીપલાઈનર આઈશેડો ,લિપ્સ્ટિક તથા બ્લશર મહચત્વનો ભાગ ભજવે છેસઆ તમામ મેકઅપથી તમારો લૂક પરફએક્ટ બને છે,પણ જો તમે તમારી આંખોને વધુ ાકર્ષક અને ખાસ બનાવા માંગો છો તો તમે કેટ સ્ટાઈલ આઈલાઈનર કરી શકો છો,જે તમારા લૂકને વધુ શાનદાર બનાવે છે.
કેટ આઈલાઈનર શા માટે ખાસ છે
જો તમારી આંખો નાની છે, તો તમે તેમને કેટેય લૂકથી મોટી અને બોલ્ડ બનાવી શકો છો. આ સિવાય, જો તમારી આંખો પહેલા કરતા મોટી હોય, તો કેટઆઈ આંખનો મેકઅપ તેમની સુંદરતામાં વધારો કરશે.
આંખો ખાસ હોય છે કારણ તે તમારી આંખો લોકોનું ધ્યાન ખેંચે છે. આ સિવાય જો તમે ઓછા મેકઅપ સાથે ગ્લેમરસ દેખાવા માંગતા હોવ તો આ માટે કેટ આઈ મેકઅપને પરફેક્ટ માનવામાં આવે છે.
ખાસ કરીને પહેલા જમાનાની એક્ટર્સથી લઈને આજલાકની એક્ટર્સ આ કેટઆઈલાઈનર લગાવતી હોય છે જેનાથી આંખો મોટી અને આક્રષક લાગે છે
ફેશનની દુનિયામાં જ્યારે બોલ્ડ લુકની વાત આવે છે, ત્યારે લાલ હોઠ અને કેટ આઈ મેકઅપને પરફેક્ટ કોમ્બિનેશન માનવામાં આવે છે.
મેકઅપ માટે માત્ર જેલ અથવા લિક્વિડ આઇ લાઇનરનો ઉપયોગ કરો.
આ સિવાય કેટ આઈ બનાવતા પહેલા આઇ પ્રાઇમરનો ઉપયોગ કરવો પણ જરુરી છે