પરિવાર સાથે સંબંધોને સૂમેળભર્યા કેવી રીતે કરવા, તો જાણી લો તે માટેની મહત્વની જાણકારી
આજનો સમય એવો છે કે તેને સ્માર્ટ સમય કહેવામાં આવે છે. આજના સમયમાં સ્માર્ટ સીટીથી લઈને સ્માર્ટફોન સુધી બધી વસ્તુઓ સ્માર્ટ બનવા તરફ જઈ રહી છે અને તેવામાં સંબંધો પણ સ્માર્ટ બની રહ્યા છે. જો કે ટેક્નોલોજી સ્માર્ટ બને તે સારું છે પણ સંબંધો સ્માર્ટ બને તો તે સારું કહેવાય નહીં અને તે સ્માર્ટનેસ સંબંધોને ઓછા પણ કરી નાખે છે.
જો કોઈ વ્યક્તિને લાગતું હોય કે તે એકલો અને તેની વાત સાંભળવા સમજવા માટે કોઈ નથી તો તેણે સૌથી પહેલા ઘરના લોકોની તથા પોતાની પણ કેટલીક આદતોને છોડાવવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે સ્થિતિ પ્રમાણે લોકોના ઘરમાં એક વ્યક્તિ ટીવી જોવે, કોઈ મોબાઈલનો ઉપયોગ કરે, કોઈ ભણવામાં વ્યસ્ત હોય તો કોઈ રસોડામાં વ્યસ્ત હોય.આ પ્રકારના માહોલથી લોકોમાં હવે જોડાણ રહ્યું નથી, દરેક જગ્યાએ સ્માર્ટનેસ અને સ્માર્ટ વસ્તુઓ આવી ગઈ છે જેના કારણે સંબંધો હવે પહેલા જેવા રહ્યા નથી.
આવામાં દરેક વ્યક્તિએ જ્યારે પણ બપોરનો કે રાત્રીના સમયમાં જમ્યા પછીનો સમય હોય ત્યારે ઘર પરિવારના સભ્યો સાથે બેસવું જોઈએ અને મોબાઈલ, ટીવી, લેપટોપનો ઉપયોગ કરવો જોઈએ નહી.
શક્ય હોય તો પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયાસ કરવો જેથી કરીને તેઓની સાથે માનસિક રીતે જોડાઈ શકાય. પરિવારના દરેક સભ્યોએ એક સાથે જમવા બેસવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને તેઓમાં લાગણીની ભાવના ઉત્પન થાય.