ઘરે રહીને વાળની માવજત કેવી રીતે રાખવી, આ રહ્યા તેના સરળ ઉપાય
- વાળની આ રીતે રાખો માવજત
- શેમ્પુની સાથે અન્ય રીતે કાળજી રાખવી પણ જરૂરી
- વાળને ઉતરતા રોકવા માટે અપવાની જોઈએ આ રીત
વાળ ઉતરવા તે કોઈ પણ વ્યક્તિ માટે સારી વાત નથી. વાળ ઉતરે એટલે શરીરમાં કોઈ બીમારીતો હોય જ તે વાતને કોઈ ટાળી શકે નહી. વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ આવી કોઈ વસ્તુની ઉણપના કારણે અથવા કોઈ અન્ય કારણોસર વાળ ઉતરતા હોય છે લોકોને, તો હવે તેની કાળજી કેવી રીતે રાખવી તેન વિશે પણ જાણો.
વાળને પોષણ આપવા તેલ મસાજ સાથે હેર સ્પા શરૂ કરવું જોઈએ. ઓલિવ તેલ અને નાળિયેર તેલ વાળ માટે ઉત્તમ વિકલ્પ છે અને ફક્ત તેલને હળવા હાથે મસાજ કરવું જોઈએ, કારણ કે તે આરામ કરવામાં મદદ કરશે અને તણાવ ઘટાડવામાં પણ મદદ કરશે.
વાળને સ્ટીમ આપવાથી પણ વાળનું જતન સારી રીતે થાય છે. તેલના પોષક તત્વો વાળના ક્યુટિકલ્સને મજબૂત કરી શકે અને તે વાળ ખરતા અટકાવે છે. વાળમાં ભેજ જાળવી રાખવા માટે ફક્ત નિયમિત શેમ્પૂ કરવું પૂરતું નથી પણ સમયસર હેર સ્પા પણ કરી શકાય છો. વાળને ટુવાલથી ઘસશો નહીં અથવા તેને સૂકવો નહીં પણ કુદરતી રીતે સૂકવવા દો. વાળને સ્વસ્થ રાખવા માટે આ હેર સ્પા દર અઠવાડિયે ઘરે કરી શકાય છો.
આ તમામ પ્રકારની જાણકારી માત્ર ઘરેલું ઉપાયને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. કેટલાક વ્યક્તિને ઘરેલું ઉપાય પણ માફક આવતા નથી, તો તે લોકોએ નજીકના ડોક્ટર અથવા કોઈ જાણકારની સલાહ લેવી જરૂરી છે.