Site icon Revoi.in

નવા અને ખાસ દેખાવ માટે તમે ક્રોપ ટોપને આ રીતે કરી શકો છો સ્ટાઇલ

Social Share

ફેશનનું ચક્ર ફર્યા જ રાખે છે.જેમાંના ક્રોપ ટોપની વાત કરીએ તો મોટાભાગની છોકરીઓ ઉનાળામાં ક્રોપ ટોપ પહેરવાનું પસંદ કરે છે.ક્રોપ ટોપના ઘણા બધા પ્રકાર છે.નવા અને ખાસ દેખાવ માટે તમે ક્રોપ ટોપને ઘણી રીતે સ્ટાઇલ કરી શકો છો

સ્કર્ટ સાથે ક્રોપ ટોપ – તમે ક્રોપ ટોપને માત્ર જીન્સ સાથે જ નહીં પણ સ્કર્ટ સાથે પણ જોડી શકો છો. લાંબા હોય કે ટૂંકા, તમે કોઈપણ પ્રકારના સ્કર્ટ સાથે ક્રોપ ટોપ કેરી કરી શકો છો.ટાઈટ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પહેરવા માટે એક અલગ ઈમેજની જરૂર હોય છે.એની સાથે હાઈ-હિલ્સ જ પહેરવી અને હેરમાં સોફટ કર્લ અથવા સ્ટ્રેટ હેરનો લૂક આપવો.

સાડી અને લહેંગા સાથે – જો તમારી પાસે સાડી સાથે બ્લાઉઝ તૈયાર કરવાનો સમય નથી તો તમે સાડી સાથે ક્રોપ ટોપ કેરી કરી શકો છો. આ તમને શાનદાર લુક આપશે. તમે સાડી સાથે એમ્બ્રોઇડરી કરેલું ક્રોપ ટોપ પહેરી શકો છો

પ્લાઝો સાથે – પ્લાઝો સાથે ક્રોપ ટોપ પહેરવાનું પણ આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. પ્લાઝો સાથે ક્રોપ ટોપ લૂઝ જ પહેરવા.તે તમને ઈન્ડો-વેસ્ટર્ન લુક આપે છે. તમે પલાઝો સાથે એમ્બ્રોઇડરી કરેલ કેરી કરી શકો છો. તેની સાથે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેરીને લુક કમ્પ્લીટ કરો.પ્લાઝો સાથે ક્રોપ ટોપ ખાસ કરીને પાતળી યુવતીએ જ પહેરવા.

શર્ટ સાથે – તમે ડેનિમ શર્ટ અથવા ટાઈ ડાઈ શર્ટ સાથે ક્રોપ ટોપ જોડી શકો છો. આ તમને સુંદર દેખાવ આપશે. ટાઇ ડાઇ શર્ટ સાથે ક્રોપ ટોપની સ્ટાઇલ આજકાલ ટ્રેન્ડમાં છે. તમે તેને ડેનિમ જેકેટ સાથે પણ જોડી શકો છો.