Site icon Revoi.in

ઘરમાં પાલતુ પ્રાણીનું આ રીતે રાખો ધ્યાન

Social Share

આપણા ભારત દેશમાં પ્રાણીઓ સાથે દરેક લોકોને અનોખો લગાવ જોવા મળતો હોય છે, વિદેશમાં પણ આ વાત હવે સામાન્ય બની રહી હોય તેમ લાગે છે કારણ કે વિદેશમાં લોકો પોતાની એકલતાને દુર કરવા માટે પાલતુ પ્રાણીને પાળે છે. જે લોકો પાલતુ પ્રાણીને પાળે છે તેમની લાગણી પણ કોઈ શંકા નથી પણ ક્યારેક માણસની ભૂલ તે મુંગા જાનવરને વધારે નુક્સાન કરી શકે છે.

સૌથી પહેલા તો તે ધ્યાન રાખવું જોઈએ કે જો પાલતુ પ્રાણી ઘરથી બહાર જતો રહે છે અને તમે તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો પછી તેની પાછળ દોડશો નહીં. આવી સ્થિતિમાં, તે ઘર તરફ પાછા જવાને બદલે વધુ દૂર ભાગશે. અથવા જો શક્ય હોય તો જમીન પર સૂઈ જાઓ. તમારી ચિંતામાં પાલતુ પ્રાણી ચોક્કસપણે તમારી પાસે પાછું આવશે.

આ ઉપરાંત દરેક વસ્તુમાં દૂધ ઉમેરીને પાલતુ પ્રાણીને આપો છો? જો એમ હોય તો તમારે એક મહત્વની વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેને સીધું દૂધ આપવાનું ભૂલશો નહીં. પ્રયત્ન કરો કે દૂધમાં વધુ પાણી હોય. નિષ્ણાતોના મતે દૂધનું સીધું સેવન કરવાથી પાલતુ પ્રાણીને એલર્જી પણ થઈ શકે છે. તમે દૂધમાં પાણી ઉમેરીને ખાવા માટે રોટલી અથવા અન્ય કોઈ વસ્તુ આપી શકો છો.

ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.