Site icon Revoi.in

તહેવારોમાં તમારી સુંદરતાને વધારવા આ રીતે કરો તમારી ત્વચાની કાળજી,

Social Share

હવે દિવાળીને થોડા દિવસો જ બાકી રહ્યા છે ,ત્યારે દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આકર્ષક લાગે ,આ માટે તમારે કપડાં, જ્વેલરી, અન્ય એક્સેસરીઝની ખરીદીની સાથે સાથે મેકઅપ પર પણ ખાસ ધ્યાન આપવાની જરુર હોય છે. બીજી તરફ સુંદર અને ચમકદાર ત્વચા મેળવવા માટે યુવતીઓ બ્યુટી પાર્લર, ફેશિયલ, મેકઅપ વગેરેની તૈયારીઓ સારી રીતે કરવી જોઈએ.

દિવાળીના પાંચ દિવસીય તહેવારમાં અનેક પ્રકારની ખરીદી કરવી પડે છે. આ દરમિયાન ઘર ખર્ચ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પાર્લર અને ત્વચા સંભાળમાં પૈસા ખર્ચવાથી બચવા માંગતા હોવ, અને સુંદર દેખાવા માંગતા હોવ, તો ઘરે જ ત્વચાની સંભાળ રાખી શકો છો.અનેક કુદરતી ઉપાયો અપનાવો અને તમારા ચહેરા પર ચમક લાવો. ચાલો જાણીએ ચહેરા પર ચમક અને ચમક લાવવાના ઘરેલુ ઉપાય.

સુંદર દેખાવા અપનાવો આ કેટલીક ખાસ ટિપ્સ

જો ટેનિંગની સમસ્યા હોય અને ફએર ત્વચા જોઈતી હોય તો ચણાના લોટનું પેક લગાવો. હળદર અને ચણાનો લોટ બંને ત્વચા માટે ખૂબજ ગ્લો ક્રીમ સમાન છે. હળદર અને ચણાના લોટના સતત ઉપયોગથી ચહેરો સ્વચ્છ અને મુલાયમ બને છે. આ પેક બનાવવા માટે એક ચમચી હળદર પાવડરમાં થોડો ચણાનો લોટ મિક્સ કરો. દૂધ અથવા પાણીમાંથી પેસ્ટ બનાવો અને નિયમિતપણે લગાવો.

આ સાથે જ સૂર્યપ્રકાશ અને ધૂળવાળી માટી તથા ઠંડી હવા તમારી ત્વચાની ચમક ઘટાડે છે. જેનાથી તમારા ચહેરાનો રંગ પણ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં મુલાયમ અને ફેર ત્વચા માટે દરરોજ ટામેટાંનો રસ લગાવો. આ માટે કાચા ટામેટાની છાલ કાઢીને તેમાં એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને 20 મિનિટ માટે ચહેરા પર લગાવીને રહેવાદો.ત્યાર બાદ માલિશ કર્યા પછી, ટામેટાની પેસ્ટ ને ચહેરા પરથી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમારે ચહેરા પર ઝડપી ચમક જોઈતી હોય તો દૂધનો ક્લીંઝર તરીકે ઉપયોગ કરો. દૂધને ચહેરા પર લગાવીને મસાજ કરો. જેને કારણે ચહેરાની ભેજ જળવાઈ રહે છે અને ચહેરાના ડાઘ-ધબ્બા હળવા થઈ જાય છે.

આ સાથે જ જો તમારી ત્વચા તૈલી છે તો તૈલી ત્વચાવાળા લોકો ચંદન અને લીમડાના પેક લગાવી શકે છે. ચંદન અને લીમડો બંને ત્વચા માટે ફાયદાકારક છે. તેને લગાવવા માટે એક ચમચી ચંદનના પાવડરમાં લીમડાના કેટલાક પાન, ગુલાબના પાન અને એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. લીમડા અને ચંદનની આ પેસ્ટને ચહેરા પર 10-12 મિનિટ સુધી લગાવો. જ્યારે તે સૂકવવા લાગે ત્યારે મસાજથી ધોઈ લો.