Site icon Revoi.in

ચમકતી ત્વચા બનાવવા માટે આ રીતે કરો ટામેટાંના ફેસ પેકનો ઉપયોગ

Social Share

ટામેટાંનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં થાય છે. ટામેટાં ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ટામેટાંમાં એન્ટીઓકિસડેંટ અને ન્યુટ્રીટસના તત્વો હોય છે. તેનાથી પિમ્પલ્સ અને ફોલ્લીઓથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. ટામેટાંમાં વિટામિન સી હોય છે,જે પોષક ઉણપને ભરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું ફેસ પેક પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ટામેટાં ફેસ પેકનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ટામેટાં કાળા ડાઘાઓને ઘટાડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ સનબર્ન માટે પણ થાય છે. આ પેકને બનાવવા માટે તમારે એક ટામેટાંનો પલ્પ અને એક ચમચી મધ સાથે ભેળવવું પડશે. આ પેકને ચહેરા પર લગાવો અને થોડી વાર માટે છોડી દો. તેને સૂકાયા પછી ચહેરાને પાણીથી ધોઈ લો. તેનાથી તમારી ત્વચા સાફ અને નરમ બનશે.

તમારી આંખની નીચે ઘણીવાર ડાર્ક સર્કલ થઇ જતા હોય છે.જેને સુથિંગ કેરની જરૂર હોય છે. આ માટે તમે ટામેટાંના રસમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ પેસ્ટને તમારી આંખો નીચે લગાવો અને તેને 10 મિનિટ માટે મૂકો. પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો

ડ્રાય સ્કીન માટે તમે અડધા ટામેટાંના રસમાં 1 ચમચી ઓલિવ ઓઈલ  ઉમેરો. આ પેકને તમારા ચહેરા પર 15-20 મિનિટ સુધી રાખો. ત્યારબાદ ચહેરો હળવા પાણીથી ધોઈ લો

 દેવાંશી