- કન્ડિશનરનો આ રીતે કરો ઉપયોગ
- વાળની સમસ્યાથી મળશે રાહત
- જાણો વધારે માહિતી
વાળની કાળજી રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના નુસ્ખા અને ઉપાય કરવામાં આવે છે, કેટલાક લોકો દ્વારા તો કન્ડિશનરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડિશનરનો ઉપયોગ કર્યા પછી પણ કેટલાક લોકોને વાળ તૂટવાની સમસ્યા તો રહે છે જ છે તેના કારણે તેઓ ક્યારેક પરેશાન પણ રહેતા હોય છે. આવામાં દરેક લોકોએ જાણવું જોઈએ કે કન્ડિશનરનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ.
કન્ડિશનર છે તે તમારા વાળને થોડા ભેજગ્રસ્ત કરે છે જેથી કરીને તમારા વાળ જલ્દીથી સુકાઈ જતા નથી અને તૂટવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત કન્ડિશનરનો ઉપયોગ કર્યા પછી શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળને વધારે સરસ રીતે ધોઈને સાફ કરી શકાય છે. કન્ડિશનરનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને નરમ હાથથી માથામાં ઘસવું જોઈએ. જો વાળને વધારે ભાર આપીને કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે તો પણ વાળને નુક્સાન થઈ શકે છે.
જ્યારે વાળને કન્ડિશનરથી સાફ કરો ત્યારે ઘરની બહાર થોડા કલાકો માટે નીકળવાનું ટાળવું જોઈએ. કારણ કે તડકામાં વાળ વધારે સુકાઈ જવાની અને માથામાં ધૂળ ભરાય જવાની સંભાવના પણ છે.
વાળની કાળજી રાખવી તે સૌ કોઈ માટે સૌથી વધારે પ્રથમ જરૂરીયાત હોય છે, કારણ કે વાળની કાળજી રાખવામાં ન આવે તો માથામાંથી વાળનું પ્રમાણ ઓછું થઈ શકે છે અને તે તમારી પર્સનાલિટી પણ બગાડી શકે છે.