Site icon Revoi.in

સલમાન રશદીનું સમર્થન કરનારી હેરીપોર્ટરની લેખિકાને મળી જાનથી મારી નાખવાની ધમકી -લેખિકાએ ધમકીભર્યા સ્ક્રિન શોર્ટ ટ્વિટર પર શેર કર્યા

Social Share

 

દિલ્હીઃ- સલમાન રશ્દી પર અમેરિકામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવે હુમવો કર્યો હતો ત્યાર બાદ તેમની હાલત નાજૂક છે ત્યારે આ હુમલાની નિંદા કરનાર લેખક જેકે રોલિંગને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 

પ્રાપ્ત જાણકારી પ્રમાણે 57 વર્ષીય રાઉલિંગે ટ્વિટર પર યુઝરના ધમકીભર્યા મેસેજનો સ્ક્રીનશોટ વાડીને શેર કર્યો હતો.

હેરી પોટર લેખકે ટ્વીટ કરીને રશદીની ચાકૂ મારવાની ઘટના પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ઘટનાથી તેણીને ખૂબ જ દુઃખ થયું છે. આશા છે કે લેખક જલ્દી સ્વસ્થ થઈ જાય. આ સમર્નથ બાદ હવે તેને ધમકીઓ મળી રહી છે.

રાઉલિંગને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ટ્વિટર હેન્ડલએ ન્યૂ જર્સીના હુમલાખોર હાદી માતરની પણ પ્રશંસા કરી હતી. શુક્રવારે પશ્ચિમી ન્યૂયોર્કમાં એક સાહિત્યિક કાર્યક્રમ દરમિયાન આ હુમલાખોરે રશ્દીને ઘણી વાર ચાકુ માર્યા હતા.સલમાન રશ્દીનું આઘટનામાં લીવર ખરાબ થયું છે તેઓ હાલ વેન્ટિલેટર પર છે

હાદી માતર દ્વારા છરા માર્યા બાદ તે એક આંખ ગુમાવી શકે છે. માતર સામે સેકન્ડ ડીગ્રીમાં હત્યાનો પ્રયાસ અને સેકન્ડ ડીગ્રીમાં હુમલાનો ગુનો નોંધાયો છે. પોલીસ હુમલા પાછળના હેતુની તપાસ કરી રહી છે.સલમાન રશ્દી પર થયેલા હુમલાને લઈને ઈરાનીઓએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જોકે હુમલાખોર હાદી માતરે શા માટે રશ્દી પર હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ નથી.