- સ્પાઈડરની નવી પ્રજાતિનું નામ 26\11 ના હિરો પરથી રખાયું
- નવી મળલ પ્રજાતિના સ્પાઈડરનું નામ આઈસિયસ તુકારામી’
મુંબઈઃ- મદદનીશ સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઔંબલેના નામથી સ્પાઈડરની નવી પ્રજાતિનું નામ આપવામાં આવ્યું છે,કે જેમણે 26/11 આતંકવાદી હુમલાના અજમલ કસાબને પકડવામાં મદદ કરી હતી અને હીરો તરીકે ઊભરી આવ્યા હતા. સ્પાઈડરની આ નવી પ્રજાતિનું નામ આઈસિયસ તુકારામિ રાખવામાં આવ્યું છે. સંશોધનકારોની ટીમે પ્રકાશિત કરેલા એક પેપરમાં આઈસિયસ તુકારામિનો ઉલ્લેખ સૌ પ્રથમ કરવામાં આવ્યો હતો.
સંશોધનકારાઓ રજુ કરેલા આ પેપરનો ઉદ્દેશ મહારાષ્ટ્ર રાજ્યમાં મળતી બે કરોળિયાની જાતિ, જીનેરા ફિન્ટેલા અને આઇસિયસ વિશેની માહિતી આપવાનો છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે અમે 26/11 ના મુંબઇ હુમલાના હિરો સહાયક સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઔંબલેના નામ પર આ બંને જાતિઓમાંથી એકનું નામ આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ઓમ્બલને 23 ગોળીઓ મારવામાં આવી હતી અને તેમણે આતંકવાદી અજમલ કસાબને પકડવામાં મદદ કરી હતી.
જાણો આ તુકારામ ઓંમ્બલે કોણ હતા,જેણે કસાબને જીવતો પકડવામાં પોતોના જીવની પણ પરવાહ ન કરી
ઉલ્લેખનીય છએ કે, 26/11 ની રાત્રે સીએસટી રેલ્વે સ્ટેશન પર હુમલો કર્યા પછી અજમલ કસાબ અને તેના સાથી ઇસ્માઇલ ખાને કામા હોસ્પિટલને નિશાન બનાવી હતી. આ બંને આતંકીઓ હોસ્પિટલના પાછલા દરવાજા પાસે પહોંચ્યા હતા અને સ્ટાફે અંદરથી બધા દરવાજા બંધ કરી દીધા હતા.
આ સમયદરમિયાન હોસ્પિટલની બહાર પોલીસ જવાનો આ સ્થળે હાજર હતા,જેમાં સોમેથી ગોળીબાર કરવામાં આવતા 6 પોલીસ કર્ની મોત થયા હતાત્યાર બાદ આ બન્ને આતંકીઓને ગિરગાંવ ટોપાટી પાસે રોકવામાં આવ્યા હતા જ્યા તુકારામ ઓંબલેએ તેમની રાયફલની બેરલ પકડી લીધી હતી જેના કારણે બીજા4 પોલીસ કર્મીઓને કસાબને પકડવાનો સમય મળ્યો.અને તુકારામના કારણે કસાબ જીવતો પકડાયો, આ બબાદુરી માટે તેઓને મરળોપરાંત અશોક ચક્રથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.