નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને કારણે BSF દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા વધારી છે. દરમિયાન બોર્ડર પોસ્ટ ડીએમસી, 149મી કોર્પ્સે મુર્શિદાબાદ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગની દાણચોરીને નિષ્ફળ બનાવીને 2.2 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. દાણચોરો તેને ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરીની કરવાના હતા. જપ્ત કરાયેલ હેરોઈનની કુલ બજાર કિંમત 2.2 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારી એ.કે. આર્યએ જણાવ્યું કે સાંજે ફરજ પર તૈનાત સૈનિકોએ ત્રણ દાણચોરોને પ્લાસ્ટિકની થેલીઓ સાથે સરહદ નજીક જોયા હતા. જેથી ભારતીય જવાનોએ તેમને રોકવા માટે પડકાર ફેંક્યો હતો. દરમિયાન, દાણચોરોએ બોરીઓને સરહદની વાડ પાર કરીને બાંગ્લાદેશ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોરીઓ ભારતીય વિસ્તારમાં પડી હતી. દરમિયાન અંધારાનો લાભ લઈ દાણચોરો ભારતીય સરહદ તરફ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જેથી ભારતીય સુરક્ષા જવાનોએ આજુબાજુના વિસ્તારમાં સઘન તલાશી લેતા સ્થળ પરથી પીળા રંગના પ્લાસ્ટિકના દોરડા વડે બાંધેલી સફેદ અને લાલ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાં ડ્રગ્સનો જથ્થો હતો. જપ્ત કરાયેલા પાઉડરનું પરીક્ષણ કરતાં તે હેરોઈન હોવાનું ખૂલ્યું હતું. ભારતીય જવાનોએ આ હેરોઈનનો જથ્થો સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. જપ્ત કરાયેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય કિંમત 2.2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારી એ.કે. આર્ય, ડીઆઈજી, એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીમા સુરક્ષા દળ ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરીને નાથવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. બીએસએફ કોઈપણ સંજોગોમાં દાણચોરીને રોકવા માટે પ્રતિબદ્ધ છે.