દિલ્હીઃ હમાસ દ્રારા ઈઝરાયેલ પર હુમલા બાદ બન્ને દેશો વચ્ચે સામસામે યુદ્ધ છેડાયું છે ત્યારે હવે આ યુદ્ધમાં હિઝબુલ્લાની એન્ટ્રી પણ થઈ ચૂકી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન હમણાં જ ઇઝરાયેલથી પરત ફર્યા હતા જ્યારે હિઝબુલ્લાએ યુએસ લશ્કરી થાણા પર રોકેટ છોડ્યા હોવાની ઘટના સામે આવી છે
ઈરાકમાં ઈરાન સમર્થિત જૂથોએ ઈઝરાયેલને અમેરિકાના સમર્થનને લઈને ત્યાંની અમેરિકન સુવિધાઓ પર હુમલો કરવાની ધમકી આપી હતી. ઇરાકમાં ઇસ્લામિક રેઝિસ્ટન્સે પાછળથી બે હુમલાઓની જવાબદારી સ્વીકારતા એક નિવેદન જારી કર્યું અને કહ્યું કે તે “અમેરિકન કબજા” વિરુદ્ધ “વધુ ઓપરેશનની શરૂઆત” છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની વધતી જતી દખલગીરી હિઝબુલ્લાહને ખુશ કરી શકી નથી. ઈરાન દ્વારા સમર્થિત ઈસ્લામિક સંગઠનોએ સીરિયામાં અમેરિકન સૈન્ય મથકને નિશાન બનાવ્યું છે. હિઝબુલ્લાએ ઈરાકમાં બે સૈન્ય મથકોને નિશાન બનાવીને ત્રણ રોકેટ છોડ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જોબાઈડેનના પરત ફર્યા બાદ સીરિયામાં અમેરિકાના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. સહયોગી સેનાના કેટલાક સૈનિકો અહીં ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
વઘુ માહિતી અનુસાર ઈરાકમાં 24 કલાકમાં સૈન્ય કેમ્પ પર બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. પશ્ચિમી અને ઉત્તરી ઈરાકમાં લશ્કરી છાવણીઓ પર થયેલા આ હુમલામાં સહયોગી સેનાના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે. જો કે હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. એક વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ઈરાન સમર્થિત જૂથોએ ઈરાકમાં યુએસ સૈન્ય મથકને નિશાન બનાવ્યું છે. જો કે અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે ત્રણ ડ્રોન હુમલા થયા છે.
ઉલ્લેખની છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન યુદ્ધગ્રસ્ત ઇઝરાયલની મુલાકાત લીધી હતી. હમાસના હુમલા બાદથી તે ઈઝરાયેલના પક્ષમાં છે. હવે ઈરાન સમર્થિત જૂથોએ મોટો હુમલો કર્યો છે. હમાસ, પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ અને હિઝબુલ્લાહ એમ ત્રણેય જૂથો વિરુદ્ધ આ યુદ્ધમાં ઈઝરાયેલ એકસાથે લડી રહ્યું છે. ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર મોટા પાયે હુમલા કર્યા હતા.