Site icon Revoi.in

હિઝબોલ્લાહે ઈઝરાયેલના મિલિટરી ઇન્ડસ્ટ્રીઝ ઉપર કર્યો ભિષણ હુમલો

Social Share

તેલઅવીવઃ તાજેતરમાં હિઝબોલ્લાહના લડાકુઓએ કહ્યું છે કે તેમણે ઈઝારાયેલની રાજધાની તેલ અવીવમાં આવેલા મુખ્ય ઈઝરાયેલના મિલિટરી ઇન્ડસ્ટ્રીઝ ઉપર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. તે ઉપરાંત નક્કી કરેલા સ્થળોઓને મોટાભાગે નષ્ટ પણ કરવામાં આવ્યા છે. જોકે આ હિઝબોલ્લાહના આ હુમલાને લઈ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ પણ માહિતી જાહેર કરી છે.

હિઝબોલ્લાહના હુમલાના કારણે કોઈપણ જાનહાનિ થઈ નથી

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના જણાવ્યા અનુસાર 23 ઓગસ્ટની સાંજે લેબનોનથી મધ્ય ઇઝરાયેલ તરફ ચાર મિસાઈલ છોડવામાં આવી હતી. જેમાંથી બેને હવામાં નષ્ટ કરવામાં આવી છે. અને અન્ય મિસાઈલ પડી ભાગી હતી. ત્યારે હિઝબોલ્લાહના આ હુમલાને નાકામ જાહેર કરવામાં આવે છે. તે ઉપરાંત હિઝબોલ્લાહના હુમલાના કારણે કોઈપણ જાનહાનિ થઈ નથી.

લેબનીઝ સરહદ નજીક ગ્રાઉન્ડ ઑપરેશન પણ શરૂ કર્યું

તે ઉપરાંત સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ હુમલાનો કાટમાળ West Bank ની નજીક આવેલા Qalqilya city પાસે પડેલો જોવા મળ્યો હતો. તેના કારણે એક વ્યક્તિને સહેજ ઈજા પહોંચી હતી. તે ઉપરાંત જાહેર વાહનોનો નુકસાન પહોંચ્યું હતું. 23 સપ્ટેમ્બરથી ઇઝરાયેલી સૈન્ય હિઝબોલ્લાહ સાથે વિનાશકારી હુમલા લેબનોન ઉપર હવાઈ હુમલાઓ શરૂ કરી રહ્યું છે. તો ઑક્ટોબરની શરૂઆતમાં ઇઝરાયેલે દક્ષિણ લેબનીઝ સરહદ નજીક ગ્રાઉન્ડ ઑપરેશન પણ શરૂ કર્યું હતું.