– મોંઘવારીથી આમ જાણતા ત્રસ્ત
– હવે ટામેટાંના ભાવે સદી પાર કરી
– અનેક રાજ્યોમાં ભાવ 100 રૂપિયાને પાર
એક તરફ દેશમાં પેટ્રોલની કિમતો ફરી વધી રહી છે ત્યારે બીજી તરફ હવે જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. અત્યારે ટામેટાંના ભાવમાં આગ લાગી છે. 20 રૂપિયે કિલો મળનારા ટામેટાં ઘણા શહેરોમાં 100 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
ચેન્નાઈમાં તો 1 કિલો ટામેટાં 160 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. બીજી તરફ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ટામેટાંનો પાક ખરાબ થઈ ગયો હોવાથી ત્યાં પણ ભાવ આસમાને આંબી ગયા છે.
એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ માંગ સતત વધી રહી છે તેમજ ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થઈ રહ્યું હોવાથી ટામેટાંના ભાવ સતત વધી રહ્યા છે. બેંગલોરમાં ટામેટાં 110 રૂપિયે કિલો અને ડુંગળી 60 રૂપિયે કિલો પર પહોંચી છે. મુંબઈમાં ટામેટાં 80 રૂપિયાના ભાવના વેચાઈ રહ્યા છે. દીલ્હીમાં 60-90 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.
જથ્થાબંધ માર્કેટના વેપારીઓનુ કહેવુ છે કે, પહેલા ખેતરમાંથી 500 રુપિયે 27 કિલો ટામેટા મળતા હતા અને હવે 3000 રુપિયાના ભાવે આટલો જથ્થો મળે છે.