Site icon Revoi.in

વડોદરાની MS યુનિવર્સિટીના બિલ્ડિંગ અને કેમ્પસમાં લગાવાયા હાઈટેક કેમેરા

Social Share

વડોદરા : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં બિલ્ડિંગ અને કેમ્પસમાં તથા  તમામ હોસ્ટેલ્સમાં એવા આધુનિક કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ રેકગ્નિશનની સુવિધા પણ છે. હાલ આવા 800 કેમેરા ઈન્સ્ટોલ થઇ ચૂક્યા છે અને બીજા 2500 થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે. હાઈટેક સીસીટીવી કેમેરાથી યુનિ,ની સુરક્ષામાં વધારો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી પોલીસ કરતાં પણ વધુ હાઇટેક કેમેરાથી સજ્જ બની છે. આ કેમેરાના ડેટા સ્થાનિક કનેક્શનની સાથે મેઇન સર્વરમાં પણ ડેટા સ્ટોર થશે. જો કે તબક્કાવાર હજુ કેમેરા લગાવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ કેમેરા નાઇટ વિઝન અને હાઇડેફિનેશન ટેકનોલોજીવાળા છે, જેથી રાત્રિના સમય દરમિયાન પણ  એનું ચોક્ક્સ વિઝન મેળવી શકાશે. તમામ કેમેરાના કંટ્રોલ રૂમ બે તબક્કામાં બનાવેલા છે. એક તો સ્થાનિક લેવલે કંટ્રોલ રૂમ હોય અને ત્યાર બાદ મેઇન સર્વરમાં પણ ફૂટેજનો સંગ્રહ થાય. જેથી સ્થાનિક લેવલે પણ કોઇ સમસ્યા સર્જાય તો મેઇન સર્વરમાં એનું સ્ટોરેજ રહે અને એનું સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થઇ શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા કેમેરા લાગવાથી સુરક્ષામાં વધારો થયો છે. નાઇટ વિઝન હોવાના કારણે રાત્રિના દરમિયાન પણ વિદ્યાર્થીઓ તેમજ બહારથી આવતા અસામાજિક તત્વો પર નજર રાખી શકાય છે. કેમેરામાં ફેસ રેકગ્નિશનની સુવિધા છે, જેથી યુનિ.કેમ્પસમાં બનતા બનાવમાં બહારના તત્ત્વોની ઓળખ કરી શકાશે. યુનિ.ના સત્તાધિશો દ્વારા નવો લેવામાં આવેલ નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે.

એમએસયુના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નવા સીસીટીવી  કેમેરા લગાવી ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ કેમેરા નાઇટ વિઝન અને હાઇડેફિનેશન ટેકનોલોજીવાળા છે, જેથી રાત્રિના સમય દરમિયાન પણ આપણે એનું ચોક્ક્સ વિઝન મેળવી શકીશું. એનો કંટ્રોલ રૂમ બે તબક્કામાં બનાવેલો છે. એક તો સ્થાનિક લેવલે કંટ્રોલ રૂમ હોય અને ત્યાર બાદ મેઇન સર્વરમાં પણ ફૂટેજનો સંગ્રહ થાય, જેથી સ્થાનિક લેવલે પણ કોઇ સમસ્યા સર્જાય તો મેઇન સર્વરમાં એનું સ્ટોરેજ રહે અને એનું સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થઇ શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.