જમ્મુ-કાશ્મીરમાં LOC નજીક પાકિસ્તાની બે યુદ્ધવિમાન દેખાયા, ભારતીય વાયુસેના એલર્ટ પર: સૂત્રો
જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટર સહીતના ચાર સ્થાનો પર શસ્ત્રવિરામ ભંગની હરકત કર્યા બાદ પાકિસ્તાન અટકયું નથી. ભારતના ડિફેન્સ રડાર્સ પર બે પાકિસ્તાની જેટ્સને એલઓસી નજીક ડિટેક્ટ કરવામાં આવ્યા છે. ભારતીય ડિફેન્સ રડાર્સ પર બે પાકિસ્તાની જેટ્સની ગતિવિધિઓ ડિટેક્ટ થયા બાદ ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર છે.
મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં પુંછ સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની વાયુસેનાના બે જેટ વિમાનો જોવા મળ્યા છે. બાદમાં ભારતીય વાયુસેના અને રડાર સિસ્ટમ હાઈએલર્ટ પર છે.
સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ, જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની વાયુસેનાના બે ફાઈટર જેટ્સ જોવા મળ્યા છે. જેને કારણે ભારતીય વાયુસેના અને તમામ રડાર સિસ્ટમ હાઈએલર્ટ પર છે. ભારતીય વાયુરક્ષા રડારે બંને પાકિસ્તાની ફાઈટર જેટ્સને ડિટેક્ટ કર્યા છે.
ભારતીય વાયુ રક્ષા રાડરે બંને સુપરસોનિક વિમાનોને
ડિટેક્ટ કર્યા હતા. ભારતીય વાયુ રક્ષા રડારોએ જોયું કે બે પાકિસ્તાની વાયુસેનાના
જેટ વિમાન પુંછ સેક્ટરમાં એલઓસી નજીક પોતાના વાયુક્ષેત્રની અંદર હતા. આ વિસ્તારમાં
મંગળવારે રાત્રે સાંભળવા મળેલો મોટો અવાજ સોનિક બૂમને કારણે હતો. આ એલઓસીથી માત્ર
દશ કિલોમીટરના અંતરે બનેલી ઘટના હતી.
આના પહેલા 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના યુદ્ધવિમાનોએ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી અને ભારતીય સૈન્ય ચોકીઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતીય વાયુસેનાએ તેમને પાછા ખદેડયા હતા.