પ્રયાગરાજ, ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ આજે પ્રયાગરાજ માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસત અહેમદ ના એન્કાઉન્ટરના ગણતરીના કલાકો બાદ જ તેના પિતા અતિક અને અશરફ ની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને વધારો કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ પેટ્રોલિંગ કરવા આદેશ કરાયા છે.
અહેમદ બંધુઓની હત્યાની ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવેલ છે. પ્રયાગરાજ અને આશ્વાસન જિલ્લામાં ન ઘટે તે માટે આરએએફની ટીમ પણ તેના કરી દેવામાં આવી છે. પ્રયાગરાજ નું પણ પોલીસ છાવણીમાં ફેવરી નાખવામાં આવ્યું છે બીજી તરફ ત્રણેય હુમલાખોરોની પોલીસે અટકાયત કરીને પૂછપરછ માટે કવાયત શરૂ કરવી હોવાનું જાણવા મળે છે. બંધ બંધુઓની હત્યાની જાણ થતા જ એડમિશન ડીજીપી કક્ષાના અધિકારી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. પોલીસ કસ્ટડીની અંદર જ અહેમદ બંધુઓની હત્યાની આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થયા છે.
પ્રયાગરાજ માં કલમ 144 નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ આસપાસના જિલ્લાઓમાંથી પોલીસે કાફલાને પ્રયાગરાજ બોલાવામાં આવી લેવાયો છે પોલીસ દ્વારા પ્રયાગરાજ માં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કાનપુરમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત લખનૌમાં સીએમ આવાસ ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે.