યુપીમાં 15મી ઓગસ્ટને લઈને દરેક જીલ્લાઓની સીમા પર કડક સુરક્ષા ગોઠવાઈ – જાહેર સ્થળો પર ડ્રોન દ્રારા ચાંપતી નજર રખાશે
- ઉત્તરપપ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
- દરેક જીલ્લાની સીમાઓ પર રખાશે ખાસ નજર
લખનૌઃ- દેશભરમાં 75મો આઝાદીનો મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરક્ષાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, 15 ઓગસ્ટ પહેલા કુલગામમાં પણ આતંકી હુમલો થયો હતો ત્યારે હવે ઉત્તપરપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જોવા મળે છે જેને લઈને સુરક્ષામાં કોઈ ચૂંક ન રહે તેનું ધ્યાન રખાઈ રહ્યું છે.
ઉત્તરપ્રદેશના ડીજીપીમુખ્યાલયે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને રાજ્ય અને જિલ્લાઓની સીમાઓ પર અસરકારક ચેકિંગ હાથ ધરવાની સૂચનાઓ આપી છે. મહત્વના કાર્યક્રમોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવા અને કાર્યક્રમની શરૂઆત પહેલા એન્ટી સેબોટોઝ ચેકીંગ હાથ ધરીને પોલીસકર્મીઓની રૂફ-ટોપ ડ્યુટી લગાવવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
તમામ જિલ્લાઓને વ્યાપક માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, બજારો, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, મનોરંજનના સ્થળો અને શોપીંગ મોલ, હોટલ, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસ જેવા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનું કહેવાયું છે.
આ સાથે જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષા માટે આયોજન મુજબ વ્યવસ્થા કરવા અને તમામ ચેકપોસ્ટને એલર્ટ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.આથી વિશેષ કે ડીજીપી હેડક્વાર્ટર દ્વારા ગ્લાઈડર, ડ્રોન અને માનવરહિત એરક્રાફ્ટની ઉડાન પર સતર્ક નજર રાખવા જણાવ્યું છે. આ સાથે ગેરકાયદેસર હથિયાર, કારતૂસ, દારૂ અને વિસ્ફોટકોની દાણચોરી અટકાવવા અને શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર ચાંપતી નજર રાખવા કાયમી ચેકપોસ્ટ ઉપરાંત હંગામી ચેકપોસ્ટ ઉભી કરીને રેન્ડમ ચેકિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.