Site icon Revoi.in

ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ કરફ્યુ લાદવા હાઈકોર્ટનો નિર્દેશ

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધતા જાય છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે.

ગુજરાતમાં લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું હતું. આથી ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ કરફ્યુનો અમલ કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે.

ગુજરાતમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે બીજીબાજુ લોકોમાં હજુ બેદરકારી હજુ જોવા મળી રહી છે. લોકો સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરે તે જરૂરી છે. મંગળવારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને લઈને એક મોટો નિર્દેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ કરફ્યુનો નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં કરફ્યુની જરૂર છે. એટલું જ નહીં, રાજ્યમાં જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.