Site icon Revoi.in

અમદાવાદમાં રિક્ષા ચાલકોને હાઈકોર્ટે આપી મોટી રાહત, રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં રિક્ષા ચાલકોને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. રીક્ષા ચાલકોને હવે રેલવે પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ઓટો રીક્ષા રેલવે પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

કેસની હકીકત અનુસાર અમદાવાર રેલવે સંકુલમાં અગાઉ રિક્ષાના પ્રવેશને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે ઓટો રીક્ષા ચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટ અરજી કરી હતી. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પોલિસીનું પાલન થાય તે રીતે કાર્ય કરવું જોઈએ. આ સંદર્ભે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, પહેલાથી જ રીક્ષાચાલકોને મંજૂરી હતી. 10 મિનિટ બાદ પાર્કિંગ ચાર્જ ચૂકવવાનો હોય છે.

હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન  અને પાર્કિંગ માટેની પોલિસી બનાવવામાં આવી છે તેનું પાલન કરવું જોઈએ. તેમજ 10 મિનિટ સુધીના સમયગાળામાં પાર્કિંગ થશે અને ત્યારબાદ તેઓ ફરીથી રી-એન્ટ્રી લઇ શકશે.