- ગોતમ ગંભીર ફાઉન્ડેશન આરોપી જાહેર
- જમાખોરી અને વિતરણ મામલે આરોપ કરાર અપાયો
દિલ્હીઃ- દિલ્હી હાઈકોર્ટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને કોરોનામાં વપરાતી દવા ફેબીફ્લુ સંગ્રહિત કરવા બદલ દોષી ઠેરવ્યા છે, જ્યારે કોરોના દવાના સંગ્રહ માટે જાણીતી હસ્તીઓ અને રાજકારણીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે ફઆઉન્ડેશનને આરોપી કરાર આપવામાં આવ્યો છે.
ગુરુવારના રોજ સુનાવણી દરમિયાન, દિલ્હી સરકારના ડ્રગ્સ કંટ્રોલરએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ગૌતમ ગંભીર ફાઉન્ડેશન,કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગી ડ્રગ ફેબીફ્લુના અનધિકૃત સંગ્રહખોરી, ખરીદી અને વિતરણ માટે દોષી સાબિત કરવામાં આવ્યું છે.
ડ્રગ્સ કંટ્રોલરએ કોર્ટને કહ્યું હતું કે ફાઉન્ડેશન અને ડ્રગ ડીલરો સામે કોઇ વિલંબ કર્યા વિના કાર્યવાહી થવી જોઈએ. કોર્ટને કહ્યું કે ધારાસભ્ય પ્રવીણ કુમાર પણ ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ સમાન ગુના માટે દોષી સાબિત થયા છે.
કોર્ટે ડ્રગ કંટ્રોલરને આ કેસ પર છ અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા આદેશ આપ્યો છે અને તેની આગામી સુનાવણી માટે 29 જુલાઈની તારીખ નક્કી કરી છે.