દિલ્હીઃ- જ્ઞાનવ્યાપી મસ્જિદના એએસઆઈ સર્વેને લઈને વિતેલા દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે મંજુરી આપીને મુસ્લિમ કોર્ટની અરજી ના મંજુર કરી દીધી હતી ત્યારે બાદ આજે વારાણસીમાં આ મસ્જિદનો થોડી વારમાં સર્વે શરુ થવા જઈ રહ્યો છે જેને લઈને હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ શુક્રવાર હોવાથી જુમ્માની નમાજમાં મોટા પ્રમાણમાં મુસ્લિમોની અવર જવર પણ રહેતી હોય છએ આ સ્થિતિને પણ ધ્યાનમાં લેતા ખાસ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે આ સહીત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ આજે સવારે 7 વાગ્યાથી વારાણસીના જ્ઞાનવાપી સ્થિત સીલ વજુખાને સિવાય બાકીના ભાગોનું સર્વેક્ષણ ફરી શરૂ કરશે.
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જ જિલ્લા અને પોલીસ પ્રશાસને ગુરુવારે ASIના સહયોગ અને સુરક્ષા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.જ્ઞાનવાપીમાં સર્વેને જોતા જિલ્લાની પોલીસ અને વહીવટી વિભાગ હાઈ એલર્ટ પર છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.
આ બબાતે જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે કોર્ટના આદેશનો અમલ કરવામાં આવશે. સર્વેમાં ASI ટીમને તમામ પ્રકારનો સહકાર આપવામાં આવશે. હાઈકોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી .
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ ASIની ટીમે પોલીસ અને વહીવટી અધિકારીઓનો સંપર્ક કર્યો છે. ASIની ટીમ વારાણસી પહોંચી ગઈ છે. આગ્રા, લખનૌ, દિલ્હી, પ્રયાગરાજ, પટના સહિત અનેક શહેરોના નિષ્ણાતોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમ સવારે સાત વાગ્યાથી સર્વેમાં જોડાશે. પોલીસ કમિશનરે લગભગ ત્રણ કલાક સુધી સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાની રણનીતિ બનાવી હતી. જ્ઞાનવાપીની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.