Site icon Revoi.in

તાલિબાન સાથે શાંતિ વાર્તા રદ્દ થવાથી પરેશાન અમેરિકાનું ડેલિગેશન આગામી સપ્તાહે જશે પાકિસ્તાન

Social Share

પ્રતિનિધિમંડળ પાકિસ્તાન હાઈકમાન્ડ અને સૈન્ય અધિકારીઓને મળશે

હાલ અમેરિકા અને તાલિબાનો વચ્ચેની વાટાઘાટો બંધ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે શાંતિ માટેની વાટાઘાટો રદ્દ થયા બાદ અમેરિકાના સંરક્ષણ મંત્રાલયનું એક ડેલિગેશન પાકિસ્તાન જશે. આ ડેલિગેશન પાકિસ્તાની હાઈકમાન્ડ અને ટોચના સૈન્ય અધિકારીઓની સાથે મહત્વની બેઠકો કરશે. અમેરિકાના સહાયક સંરક્ષણ પ્રધાન રેંડલ શ્રીવરે પાકિસ્તાની દૂતાવાસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આની ઘોષણા કરી છે. તેમણે કહ્યુ છેકે બંને દેશોએ અવસર પેદા કરવાની જરૂરત છે, કે જેનો આપણે ફાયદો મેળવી શકીએ.

તેમણે કહ્યુ છે કે ક્ષેત્રમાં શાંતિ બહાલ કરવાને લઈને આપણે પાકિસ્તાની હાઈકમાનની કોશિશોના વખાણ કરીએ છીએ. આ મુલાકાત એવા સમયે થશે, જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ અને સમર્થનથી અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકવાદીઓ સાથે શાંતિ વાર્તાની ડીલ કરી રહ્યું હતું. શ્રીવરે કહ્યુ છે કે અમે હજી આખરી નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. આ મામલામાં પાકિસ્તાને અમારી જે પણ મદદ કરી, તેના માટે અમે તેના વખાણ કરીએ છીએ. આપણો ઈરાદો આકાંક્ષાત્મક હોવો જોઈએ અને એ વાત કરવાની છે કે આપણે ભવિષ્યમાં ક્યાં જઈ શકીએ છીએ અન કેવી રીતે સહયોગને મજબૂત અને સારો બનાવી શકીએ છીએ.

માનવામાં આવે છે કે અમેરિકાનું ડેલિગેશન પાકિસ્તાનના સમર્થનથી તાલિબાન પર દબાણ નાખશે કે તે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોને આતંકી હુમલાનો શિકાર બનાવે નહીં. હાલ અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા બંધ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન પણ ટ્રમ્પ વહીવટી તંત્ર અને અફઘાન તાલિબાન વચ્ચે રદ્દ થયેલી વાતચીતને ફરીથી શરૂ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીતમાં અફઘાનિસ્તાનની સરકારની કોઈ ભૂમિકા નથી, કારણ કે તાલિબાન તેની હાજરી અને મહત્વની સંપૂર્ણ પ્રક્રિયાને નકારતા આવ્યા છે. વિશેષજ્ઞ માને છે કે અમેરિકાનો એજન્ડા તાલિબાન સાથે શાંતિ સમજૂતી કરીને અફઘાનિસ્તાનથી ઝડપથી સૈન્ય વાપસીનો છે. જો કે અફઘાન સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે દરકિનાર કરી દીધી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા થઈ રહેલા આતંકી હુમલાથી સમજૂતીમાં વધુ મુશ્કેલીઓ પેદા થઈ ચુકી છે.