Site icon Revoi.in

હવે ઘણું વધી જશે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનું પેન્શન, સુપ્રીમ કોર્ટે આપી લીલીઝંડી

Social Share

સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સેક્ટરના તમામ કર્મચારીઓના પેન્શનમાં ભારે વધારો કરવાનો માર્ગ સાફ કરી દીધો છે. આના કારણે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પેન્શનમાં અનેક ગણો વધારો જઈ જશે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં ઈપીએફઓની અજીને ફગાવતા કેરળ હાઈકોર્ટના ચુક્દાને યથાવત રાખ્યો છે. કેરળ હાઈકોર્ટે કર્મચારીઓને તેમના આખા પગારના હિસાબથી પેન્શન આપવાનો આદેશ આપ્યો હતો. હાલ ઈપીએફઓ દ્વારા 15 હજાર રૂપિયાના બેસિક પગારની મર્યાદાના આધારે પેન્શનની ગણતરી કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે કર્મચારીઓના બેસિક પગારનો 12 ટકા હિસ્સો પીએફમાં જાય છે અને 12 ટકા તેના નામથી નિયોક્તા દ્વારા જમા કરવામાં આવે છે. કંપનીની 12 ટકા હિસ્સેદારીમાં 8.33 ટકા હિસ્સો પેન્શન ફંડમાં જાય છે અને બાકીના 3.66 ટકા પીએફમાં જાય છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે હવે આનો માર્ગ સાફ કરી દીધો છે કે ખાનગી કર્મચારોના પેન્શનની ગણતરી આખા વેતનના આધારે કરવામાં આવે. તેનાથી કર્મચારીઓના પેન્શન અનેક ગણા વધી જશે.

ઈપીએફ પેન્શન અથવા ઈપીએસ એક પેન્શન સ્કીમ છે. તેના હેઠળ પ્રાઈવેટ સેક્ટરના સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓની નોકરી દરમિયાન બેસિક સેલરીના 8.33 ટકા (1250 રૂપિયા માસિકથી વધુ નહીં)ના જેટલા નાણાં આ સ્કીમમા જમા થાય છે. તેની અવેજમાં, આ કર્મચારીઓના રિટાયરમેન્ટ બાદ નિશ્ચિત માસિક પેન્શન આપવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પેન્શનમાં કેટલો વધારો થેસ. તેને આ ચાર્ટ દ્વારા સમજી શકાશે.

કાર્યના વર્ષ     આખરી પગાર          પહેલાના નિયમથી પેન્શન       કોર્ટના આદેશ બાદ પેન્શન

                (રૂપિયા)                (પ્રતિ માસ રૂપિયામાં)            (પ્રતિ માસ રૂપિયામાં)

33                   50,000                                   5,180                                      25,000

25                   50,000                                   3,425                                     19,225

20                   50,000                                   2,100                                     14,285

33                   1,00,000                               5,180                                     50,000

25                   1,00,000                               3,425                                     38,571

20                  1,00,000                                 2,100             28,571

ભારત સરકારના ઈપીએફઓ દ્વારા જ તમામ કર્મચારીઓના ઈપીએફ અને પેન્શન ખાતાનું પ્રબંધન કરવામાં આવ છે. એવી દરેક સંસ્થા કે જ્યાં 20 અથવા તેનાથી વધારે કર્મચારીઓ કામ કરે છે, તેમણે ઈપીએફમાં ભાગ લેવાનો હોય છે. ઈપીએસ આ યોજનાની સાથે સંલગ્ન થઈને સંચાલિત થાય છે. માટે ઈપીએફ સ્કીમના મેમ્બર બનનારા દરેક વ્યક્તિ પેન્શન સ્કીમના સદસ્ય આપોઆપ બની જાય છે.

ઈપીએફ અથવા ઈપીએસમાં, આવા કર્મચારીઓના અંશદાન જમા થવા ફરજિયાત છે કે જેમના બેસિક પગાર અને ડીએ 15 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે છે. જે કર્મચારી આનાથી વધારે બેસિક સેલરી પ્રાપ્ત કરે છે, તેમની પાસે ઈપીએફ અને ઈપીએસને અપનાવવા અથવા છોડવાનો વિકલ્પ છે. તમારા પીએફ ખાતામાં નિયુક્તા જે નાણાં નાખે છે, તેનો એક હિસ્સો પેન્શન સ્કીમ માટે જ ઉપયોગામાં લેવામાં આવે છે. જ્યારે તમારી સેલરીમાંથી જે નાણાં કપાય છે, તે પુરેપુરા ઈપીએફ સ્કીમમાં ચાલ્યા જાય છે.

જો આખા પગારના હિસાબથી પેન્શન આપવામાં આવશે, તો કર્મચારીઓનું પેન્શન અનેકગણું વધી જશે. તેમા નુકસાન બસ એટલું છે કે પેન્શન તો વધશે, પરંતુ પેન્શન ફંડની રકમ ઓછી થઈ જશે, કારણ કે વધારાનું યોગદાન ઈપીએફમાં જવાના સ્થાને ઈપીએસમાં જશે. કેન્દ્ર સરકારે ઈપીએસની શરૂઆત 1995માં કરી હતી. તેના હેઠળ નિયુક્તા કર્મચારીના 6500 સુધીના મૂળ વેતનના 8.33 ટકા (મહત્તમ 541 રૂપિયા રૂપિયા પ્રતિ માસ) પેન્શન સ્કીમમાં નાખવાનો નિયમ હતો. પરંતુ 1 સપ્ટેમ્બર-201ના રોજ ઈપીએફઓએ આમા ફેરફાર કરીને 15 હજાર રૂપિયા મૂળ વેતનના 8.33 ટકા (મહત્તમ 1250 રૂપિયા પ્રતિ માસ) પેન્શન સ્કીમમાં નાખવાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો હતો. સરકારી નોકરી કરનારા કર્મચારીઓ માટે પેન્શન અને પીએફની વ્યવસ્થા જીપીએફ હેઠળ હોય છે.