કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો, મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું, હિજાબ પહેરવાની પરવાનગી માંગી
- કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો
- વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું
- હિજાબ પહેરવાની પરવાનગી માંગી
બેંગલોર:કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.મંગલુરુની એક યુનિવર્સિટીની મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. છોકરીઓએ ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી છે.ફાતિમા નામની વિદ્યાર્થીનીએ કહ્યું કે, કોર્ટના આદેશ બાદ કંઈ થયું નથી.અમે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી.અમને તાજેતરમાં હિજાબ વિના વર્ગોમાં હાજરી આપવા માટે એક બિનસત્તાવાર નોંધ પ્રાપ્ત થઈ છે.અમે હાઈકોર્ટના આદેશ સાથે પ્રિન્સિપાલ પાસે ગયા અને તેની સાથે વાત કરવાની કોશિશ કરી,તેમણે કહ્યું કે તે કઈ કરી શકી તેમ નથી.
અહીંની યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થીઓના એક જૂથે આરોપ લગાવ્યો છે કે,કેટલીક મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને ક્લાસમાં સામેલ થઇ રહી છે. કોલેજ યુનિફોર્મ પહેરીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે,44 વિદ્યાર્થિનીઓ કોલેજ જવા માટે હિજાબ પહેરી રહી હતી અને તેમાંથી કેટલીક તે પહેરીને ક્લાસમાં હાજરી આપી રહી છે.તેમણે કૉલેજના પ્રિન્સિપાલ અને અધિકારીઓ પર “પ્રભાવશાળી, સ્થાનિક રાજકીય નેતા” ના દબાણ હેઠળ આ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે,વિદ્યાર્થી સંઘના નેતાઓ પણ તેમની સાથે મિલીભગતમાં હતા.
વિરોધ કરી રહેલા એક વિદ્યાર્થીએ કહ્યું, “અમે હાઇકોર્ટના આદેશના અમલની માંગ કરી રહ્યા છીએ, કૉલેજ સત્તાવાળાઓને મેમોરેન્ડમ સબમિટ કરવા છતાં, તેઓ તેનો અમલ કરી રહ્યા ન હતા.” સત્તાવાળાઓએ હવે આદેશનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.”જોકે એક મુસ્લિમ વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે,હિજાબ પહેરવું એ યુનિફોર્મનો એક ભાગ છે જેઓ તેને પહેરે છે.