- તેલંગણા પણ હિજાબ વિવાદમાં સપાડાયું
- આ પહેલસા કર્ણાટકમાં સર્જાય ચૂક્યો છે વિવાદ
હૈદરાબાદઃ- વિતેલા વર્ષ દરમિયાન કર્ણાટક રાજ્યમાં હિજાબ વિવાદ વકર્યો હતો ત્યારે હવે તેલંગણા રાજ્યમાંથી હિજાબ વિવાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિજાબમાં વિદ્યાર્થીનીઓને પરિક્ષા કેન્દ્રમાં દાખલ થતા અટકાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે જાણકારી પ્રમાણે આ વિવાદ હૈદરાબાદ સુધી પહોંચતો જોવા મળ્યો છે વાતજાણે એમ છે કે હૈદરાબાદની એક કોલેજમાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરીને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવામાં આવી છે .
મીડાય રિપોર્ટની જો માનવામાં આવે તો વિતેલા દિવસને શુક્રવારના રોજ હૈદરાબાદની કેવી રંગારેડ્ડી મહિલા ડિગ્રી કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ બુરખા પહેરીને પરીક્ષા આપવા માટે આવી હતી પ્રસાશન દ્રારા યુવતીઓને રોકવામાં આવી હતી.
આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે તેઓને પરિક્ષામાં બુરખો ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી સાથે જ કહેવાયું કે બુરખો પહેરીને પરીક્ષા હોલમાં ન જઈ શકે. એમ પણ જણાવાયું હતું કે પરિક્ષા પૂર્ણ કર્યા બાદ વર્ગખંડમાંથી બહાર આવીને પછી બુરખા પહેરી શકો છો.
આ બાબતને લઈને પરિક્ષામાં ન જવાદેનાર વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને અડધો કલાક સુધી સમય વેડફવો પડ્યો હતો અને આટલા સમય સુધી બહાર રોકી રાખવામાં આની હતી સાથે જ જણાવાયું હતું કે જો તમામે તમામ વિદ્યાર્થીનીઓ બુરખો હટાવશે ત્યાર બાદ જ તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે.