બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ ઉપર શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. રાજ્યની વડી અદાલતમાં એટોર્ની જનરલ પ્રભુલિંગ નવદગીએ કહ્યું કે, અમે એવુ માનીએ છીએ કે હિજાબ ઈસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી. એટર્ની જનરલ નવદગીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ કોલેજોમાં દ્વારા નિર્ધારિત કરેલા યુનિફોર્મ પહેરીને આવવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. રાજ્ય સરકાર ધાર્મિક મામલામાં હસ્તક્ષેપ કરવા નથી માંગતી.
આ પહેલા કલબુર્ગીમાં કોંગ્રેસના નેતા મુકર્રમ ખાનની સામે ફરિયાદ નોંધાઈ હતી. કોંગ્રેસના નેતા સામે ગુનો નોંધવામાં આવ્યાં છે. વાયરલ વીડિયોમાં મુકર્રમ ખાન કહેતા જોવા મળ્યાં કે, હિજાબનો વિરોધ કરનારાઓને કાપી નાખવામાં આવશે. અમારી જાતિ(ધર્મ)ને નુકસાન ના પહોંચાડો, તમામ જાતિઓ સમાન છે, આપ કંઈ પણ પહેરી શકો છો આપને કોણ રોકે છે ?
આ પહેલા ગુરુવારે સમગ્ર વિવાધની સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન પાંચ વિદ્યાર્થિનીઓના વકીલ એએમ ડારએ કોર્ટમાં દલીલ કરી હતી કે, સરકારના આદેશથી જે લોકો હિજાબ પહેરે છે તેમને અસર પડે છે. આ સંવિધનના વિરોધમાં છે.જે બાદ ડારએ હાલની અરજી પાછી લઈને નવી અરજી દાખલ કરવા કહ્યું હતું.